મુકતાનંદબાપુ સહિત સંતો-મહંતો અને SP ઉપસ્થિત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
માળીયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા શનિવારના રોજ ત્રિવિધ સમારોહ અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અઘ્યક્ષ પૂ.મુકતાનંદબાપુના પ્રમુખ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંતો-મહંતો અને જૂનાગઢ એસપી હર્ષદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
60 લાખના ખર્ચે નિર્માણ થનાર વાડીનું મુકતાનંદબાપુના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતુ. આ ત્રિવિધ સમારોહ પ્રસંગે ભુનરા સંત પુરાણધામ આશ્રમના સંસ્થાપક પૂ.જેન્તીરામબાપા, ચલાલાથી રતીદાદા મહેતા, ખાખીમઢી રામજી મંદિરના મહંત સુખરામદાસબાપુ, વૃઘ્ધાશ્રમ જેતપુરના પૂ.કાળુબાપા જોષી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં ભૂમિ પૂજન કરાયું હતુ અને પંચ કુંડી યજ્ઞમાં બીડુ સંતોના હસ્તે હોમાયુ હતુ. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, બંકીમ મહેતા, સંજય દવે, વાસુદેવભાઇ જોષી, ભુપતભાઇ મહેતા, જીતુભાઇ ચાવડા ગોર સહિત જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંચ પરથી ઉપસ્થિત તમામ અગ્રણીઓએ સમાજ માટે નિર્માણ થનાર જ્ઞાતિની વાડી બનશે ત્યારે સામાજીક કાર્યો થકી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે તેમ જણાવ્યુ હતુ. જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઇ મહેતા, રજનીભાઇ ભરાડ, મનુભાઇ રવીયા, અનિલભાઇ દવે, મણીશંકરભાઇ મહેતા, દિનેશભાઇ માઢક સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.