ખાસ ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-5)
સોશિયલ મીડિયાના વ્હોટ્સએપ્પ ગૃપોમાં દરેક અધિકારીની રખાતી ખબર
- Advertisement -
(સની વાઘેલા, સુરેન્દ્રનગર)
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી તથા સાયલા પંથકમાં ગેરકાયદે અને બેરોકટોક કોલસાનો કારોબાર ચલાવતા ભૂમાફીયાઓ પ્રતિબંધ છતાં સરકારી જમીનોમાં સુરંગ થકી કોલસો કાઢવા સાથે મજૂરોના મોત, એકસપ્લોઝીવ દારૂખાનું ઘુસાડવા સહિતના અનેક નિયમોનું સરેઆમ ઉલંઘન કરે છે. પરંતુ આ તમામ ભૂમાફિયાઓ કોઈ રોકવા માટે અધિકારી આગળ નથી આવતા જ્યારે ભૂમાફીયા પણ એટલા હોશિયાર છે કે પ્રશાસનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની દરેક ગતિવિધિ પર સોશિયલ મીડિયાના માધ્યમ થકી ખબર રાખતા હતા. થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં ભૂમાફિયાઓ લગભગ 200થી પણ વધુ વોટસઅપ ગ્રુપો કાર્યરત છે. જે વોટસઅપ ગૃપોમા પ્રશાસનના દરેક અધિકારી અને કર્મચારી પોતાની ઓફિસથી બહાર નીકળે કે તરત ક્યાં અધિકારી , કઈ કાર લઈને નીકળે છે તથા આ કારનો નંબર શું છે ? સહિતની માહિતી સાથે “વોઇસ મેસેજ” થકી જાણ કરી દેવામાં આવે છે. ભૂમાફિયાઓ સગવડ માટે બનાવેલા આ વોટસઅપ ગ્રૂપોમાં જુદા જુદા ભૂમાફિયાઓ જોડાયેલા હોય છે અને તમામ મેસેજ પર તેઓની નજર હોય છે. આ પ્રેરણા વોટસઅપ ગ્રુપોમાં એડમીન દરેક ભૂમાફિયા પાસેથી 500 રૂપિયા પ્રતિ મહિને રકમ પણ વસૂલ કરે છે.
આ પ્રકારના વોટસઅપ ગ્રુપમાં પ્રશાસનના દરેક વિભીષણ કર્મચારી પણ સભ્ય હોય છે. આ કર્મચારી વોટસઅપ ગ્રુપો ચલાવનારને અધિકારીની જાણ પણ કરતો હોય છે જેની સામે વોટસઅપ ગ્રુપના મુખ્ય વ્યક્તિ દ્વારા ભૂમાફિયા પાસેથી મહિને ઉઘરાવેલા 500 રૂપિયામાં કર્મચારીને પણ બક્ષિસ આપવામાં આવે છે. આ સાથે માટે કર્મચારીઓ પર જ આધાર આધાર રાખવામાં આવતો નથી. વોટસઅપ ગ્રુપ ચલાવતો મુખ્ય સભ્ય પોતાના વિસ્તારની આજુબાજુ ચાલતી કોલસાની ખાણના ફરતે પાચ કિમી સુધીના વિસ્તારોમાં બાઈક સાથે એક વ્યક્તિ પણ તૈનાત કરાઇ છે જે મુખ્ય રસ્તા પર બેઠો રહે છે અને જ્યારે પ્રશાસનની કોઈપણ શંકાસ્પદ કાર નીકળે કે તરત જ ગ્રુપમાં વોઇસ મેસેજ થકી જાણ કરી આપે છે અને આ વ્યક્તિ સરકારી કારનું ગામની હદના અંત સુધી પાયલોટિંગ કરી સતત મેસેજ દ્વારા જાણ કરતો રહે છે.



