જૂનાગઢનાં જાગૃત ધારાસભ્ય તરીકે કામ કર્યું
લોક સેવક તરીકે કામ કરું છુ: ભીખાભાઈ
ભીખાભાઇ જોશી 78 વર્ષની ઉંમરે પણ સતત લોકો વચ્ચે રહીને કામ કરી રહ્યાછે ત્યારે ભીખાભાઇ જોશી જે રીતે લોક સેવક તરીકે ઉભરીને આવ્યા છે તેમાં પોતે જાગૃત પ્રહરી તરીકે ઉભા હોયછે કોઈપણ નાના મોટા લોકો વચ્ચે રહીને સુખ દુ:ખ માં ભાગીદાર બન્યા છે.
- Advertisement -
પ્રજાની વચ્ચે રહીને કામ કામ કરવાની મારી આદત: મેં ચૂંટણી લડવાની ના પાડી છતાં પાર્ટીએ ટિકિટ આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બેઠકનાં કોંગી ઉમેદવાર ભીખાભાઇ જોશી કહે છે કે મને કોઈ દિવસ રાજકારણ આવડતું નથી અને લોકોની વચ્ચે ખેલદિલી પૂર્વક જાઉ છું અને ચૂંટણી લડુ છું મેં કોઈ દિવસ રાગ દ્વેષ સાથે ચૂંટણી નથી લડી માનવતાની દૃષ્ટિએ રાજકારણ કર્યું છે. પાર્ટી સાથે વફાદારી રાખી છે એટલે મને પાર્ટીએ ટિકિટ આપી અને મેં ચૂંટણી લડવાની ના પાડી છતાં પાર્ટીએ મને લડાવવા આગ્રહ રાખ્યો તેના લીધે હું આજે ફરી ચૂંટણી લડી રહ્યો છુ. મેં મારા જીવનમાં ઈમાનદારી અને વફાદરી રાખી છે. કોઈ દિવસ મતદારોને છેતર્યા નથી ભીખાભાઈનાં કેહવા પ્રમાણે મારી પાસે રૂપિયા નથી પણ ઈજ્જત ખુબ મોટી છે હું 2017માં ધારાસભ્ય બન્યો ત્યારથી આજ સુધી મારુ કાર્યાલય ખૂલ્લું રાખ્યું છે અને મારા મત વિસ્તારના લોકોના તમામ પ્રશ્નોને વાચા આપી છે. આજે જે મતદારોએ મને મત નથી આપ્યો તેમને આજે પણ પછતાવો થાય છે.
1995માં મારા ખિસ્સામાં પાંચ હજાર હતા અને કોંગ્રેસ પાર્ટીએ 3 લાખ આપ્યા એમાંથી દોઢ લાખ બચાવ્યા હતા. મેં જેનું કામ કર્યું તેની પાસેથી કોઈ દિવસ ચૂંટણી ફંડ માંગ્યું નથી. જો પ્રેમથી આપેતો ઠીક છે, હું સામે પક્ષે કોઈ પણ ચૂંટણી લડતાં હોય તેના કોઈ દિવસ અવગુણ નથી જોયા. હું માત્ર સેવાને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડ્યો છું. વધુમાં ભીખાભાઈએ કહ્યું કે રાહુલ ગાંધીજીએ ગુજરાત ચૂંટણીનો મેનીફેસ્ટો બહાર પાડયો છે, જેને ધ્યાને લઈને ચૂંટણીમાં લોકો સમક્ષ જઈને મત માંગી રહ્યો છું. ગુજરાતના તમામ ઉમેદવારોમાં 78 વર્ષની ઉંમરનો માત્ર એક ઉમેદવાર હું છું અને આજે પણ અડીખમ રીતે ચૂંટણી લડી રહ્યો છું, જેનું મને ગૌરવ છે. મેં કોઈ દિવસ રાજકારણને ધંધો સમજીને રાજકારણ નથી કર્યું મતદારો મતદારોના કામને ધ્યાનમાં રાખીને ખરા અર્થમાં લોક સેવકની ભૂમિકા અદા કરી રહ્યો છું.
- Advertisement -
ભીખાભાઈ જોષીએ માલધારી સમાજનાં પ્રશ્ર્નોને વાચા આપી
માલધારી સમાજના પ્રશ્ને પણ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીને વિગત દર્શક કાર્ડ માટે લડત આપી છે આજે જંગલ થતા શહેરી વિસ્તારમાં વસતા રબારી, ચારણ સહીત તમામ માલધારી સમાજને વિગત દર્શક કાર્ડ મળે તેવા અનેક પ્રયાસો કર્યા છે અને હજુ પણ કરતો રહીશ.