મહા શિવરાત્રી મેળામાં રંગત જામી
દેશ વિદેશીના નાગા સાધુઓ સાથે વિદેશી મૂળના સાધ્વી – સાધુ આગમન
- Advertisement -
મેળામાં અન્નક્ષેત્રો ધમધમી ઉઠ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બમ ભોલેનાનાદ સાથે મહા શિવરાત્રી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતા મેળામા ભોજન ભજનની અનેરી રંગત જામી છે મહા શિવરાત્રી મેળાના બીજા દિવસે ભાવીકોનો ઘસારો જોવા મળી રહયો છે ભાવીકો સતત ખાનગી વાહનો સાથે એસટી બસ અને રેલ્વે દ્વારા મેળામા તરફ વાટ પકડી છે. મીની કુંભ સમા મેળામા સાંસ્કૃતિક કાર્યક્રમો ત્રણ દિવસ ચાલશે જેમા લોક સાહિત્યકાર સહીત નામાંકીત ભજનીક કલાકારો દ્વારા શીવ મહિમા સાથે ભજનની રમજટ સાથે ભાવીકો શિવમય બન્યા છે અને હર હર મહાદેવ નાદ સાથે શિવરાત્રિ મેળામાં ભક્તિ સાથે આનંદ માણી રહ્યા છે.
શિવરાત્રિ મેળામા નાગા સંન્યાસી સાધુ સંતો એ ધૂણી ધખાવી છે અને સાધુ સંતોના શિવ સ્વરૂપ ને જોવા ભાવીકો નો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે નાગા સન્યાસી સાધુઓ અનોખી રીતે શિવ ભક્તિ કરતાં જોવા મળે છે કોઇ સાધુ રુદ્રાક્ષ માળા તો કોઇ શિવજીના ડમરું સાથે શિવ ભક્તિ કરતા જોવા મળે છે પ્રતિ વર્ષ મહા શિવરાત્રિ મેળમાં દેશ વિદેશ થી નાગા સન્યાસી સાધુ ખૂબ મોટી સંખ્યામાં મેળામાં પધારે છે તેની સાથે વીદેશી મુળના સાધુ અને સાધ્વી પણ સન્યાસ છોડી શિવ ભક્તિમાં લીન થતા જોવા મળે છે.
- Advertisement -
તંત્રના તમામ વિભાગો ખડેપગે
મહા શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં આવતા ભાવિકો ને કોઇ મુશ્કેલી ન પડે તેના માટે પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત જોવા મળી રહયો છે સીસીટીવી સાથે ડ્રોન કેમેરા અને ડોગ સ્કોડ તેમજ અલગ અલગ બ્રાન્ચની ટીમો દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે એજ રિતે મનપા સાથે ઙૠટઈક અને વન વિભાગ સહીતના વિભાગો એલર્ટ જોવા મળે છે.
વિદેશ સાધ્વી મહિલાનું શું કહેવું છે વિડીઓ જોવા અહિં ક્લિક કરો..