ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.બી.લાલકા તથા એ.એસ.આઇ. રાજેશ ઉપાઘ્યાય, સોનલબેન, ઓક્ષાબેન અને 181ના કાઉન્સીલર અરૂણાબેન દ્વારા ભવનાથ વિસ્તારમાં આગામી તહેવારો સબબ બહારથી આવતા પ્રવાસીઓ તેમજ સ્કુલ કોલેજના પ્રવાસના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે મહિલા જનજાગૃતિ અભિયાન અન્વયે નાર્કોટીકશ, સાયબર ફ્રોડ તેમજ સલામતી અંગે વાકેફ કરવામાં આવ્યા હતા અને ઘરેલુ હિંસા અન્ય કોઇ મદદ માટે 181ની સાથે સી-ટીમને જાણ કરવા સમજ આપી હતી.