ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્ચના પ્રારંભથી આકરી ગરમી પડી રહી હતી. જોકે, છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી ઘટીને 34.7 ડિગ્રી સુધી પહોંચ્યું છે. વહેલી સવારે અને રાત્રે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. જોકે, બપોરના સમયે હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે-ચાર દિવસમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.
- Advertisement -
તાજેતરના આંકડા મુજબ, 10 એપ્રિલે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 24 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. 11 એપ્રિલે મહત્તમ તાપમાન વધીને 39.7 ડિગ્રી થયું હતું. 17 એપ્રિલે મહત્તમ તાપમાન ઘટીને 34.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું. આ દિવસે ભેજનું પ્રમાણ 20 ટકા હતું. 18 એપ્રિલે લઘુત્તમ તાપમાન વધુ ઘટીને 20.2 ડિગ્રી થયું છે. ભેજનું પ્રમાણ 35 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ છે. છેલ્લા કેટલાક દિવસથી ફૂંકાઈ રહેલા સૂકા પવનના કારણે સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. જોકે, હવે તાપમાનમાં થયેલા ઘટાડાથી લોકોને રાહત મળી રહી છે.