ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટરનેશનલ વાડો કાઇ કરાટે ચેમ્પિયનશીપ 2024નું આયોજન સમા ઇન્ડોર સ્ટેડિયમ, વડોદરા, ગુજરાત, ભારત ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં ભારત દેશની સાથે જાપાન, શ્રીલંકા અને નેપાળ જેવા અનેક દેશ તેમજ ભારતના રાજ્યો અને દરેક રાજયોનાં જિલ્લાઓ માંથી ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- Advertisement -
ઇન્ટરનેશનલ વાડો કાઇ કરાટે ચેમ્પિયનશીપ 2024 માં મુખ્ય મહેમાન તરીકે વાડો કાઈ કરાટેનાં પ્રેસિડેન્ટ અને સાઉથ ફિલ્મ સ્ટાર ડો. સુમન તલવાર, ચેરમેન રાજેશ અગ્રવાલ, ટેકનીકલ ડાયરેક્ટર અરવિંદ રાણા, જાપાનથી સૈજી નીશીમુરા લંકા થી જયસિરી પેરેરા અને નેપાળથી મોહન મહારાજન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ટરનેશનલ વાડો કાઇ કરાટે ચેમ્પિયનશીપ 2024 માં ભારત તરફથી ભાવનગર, ગુજરાતના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા અને ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ કમલ એચ દવે પાસે ઇન્ટરનેશનલ સ્પર્ધાત્મક તાલીમ મેળવી હતી.
સ્પર્ધામાં ભાગ લઈ સારો દેખાવ કરી મેડલો મેળવી ભાવનગર, ગુજરાતની સાથે ભારતનું ગૌરવ વધાર્યું હતું. તે બદલ સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનો એ અને ભાવનગર રજવાડું નિલમબાગ પેલેસના યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા.