મેં.ભાવનગર રેન્જનાં નાં.પો.મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ભાવનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સફીહસન સાહેબ નાઓએ પ્રોહિ/જુગારની બદીને દુર કરવાં સુચના આપેલ જે અનુસંધાને ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો ઇન્સ.એમ એચ યાદવ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં એ સમય દરમ્યાન પો.કો.ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ સતારભાઇ અગવાન નાઓની સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે અધેવાડા ગામ સીદસર નળમાં જવાનાં રસ્તે જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપત્તાનાં પાના તથા પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તે હકીકત આધારે રેડ કરતાં નીચે મુજબનાં નામ સરનામા વાળાં ઇસમોને ઝડપી પાડેલ.
(૧) કેવલભાઇ હિમંતભાઇ જાદવ.ઉ.વર્ષ.૩૦.રહે.અધેવાડા ગામ બહુચરાજી માતાજીના મંદિર નજીક જાદવફળી.
- Advertisement -
(૨) વિનુભાઇ તખુભાઇ પરમાર.ઉ.વર્ષ.૩૦.રહે.અધેવાડા ગામ દે.પુ.વાસ.
(૩) પરેશભાઇ કાન્તીભાઇ પરમાર.ઉ.વર્ષ.૧૯.રહે.અધેવાડા ગામ દે.પુ.વાસ.
ઉપરોક્ત તમામ ૦૩.એ ઇસમને ગંજીપત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ કિંમત રૂ. ૧૦,૨૩૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ શકુનીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨-મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.
- Advertisement -
આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ.એમ.એચ.યાદવસાહેબનાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એચ.બી.સોઢાતર તથા.પો.કો.ઇરફાનભાઇ સતારભાઇ અગવાન તથા પો.કો.ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા પો.કો.રાહુલભાઇ કેશવભાઇ કંટારીયા તથા પો.કો.મુકેશભાઇ બળવંતરાય મહેતા તથા વિગેરે પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.