ચોળાફળી, જલેબીની જ્યાફત અને સોના-વાહનોની ખરીદી કરી ભાવેણાવાસીઓએ પર્વની ઉજવણી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
વિજયાદશમી (દશેરા)ના પાવન પર્વ નિમિત્તે ભાવનગરના બજારોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવેણાવાસીઓએ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. શહેરમાં જલેબી, ચોળાફળી, ઊંધિયું અને મીઠાઈઓની ખરીદી માટે દુકાનો પર લોકોની ભારે ભીડ જામી હતી. અનેક કંપનીઓ અને પેઢીઓએ પણ તેમના કર્મચારીઓને દશેરાની ભેટ તરીકે મીઠાઈના પેકેટ આપ્યા હતા.
- Advertisement -
આ શુભ દિને અનેક લોકોએ સોના-ચાંદીના દાગીના, નવા વાહનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ જમીન-મકાનની ખરીદી કરી હતી. કેટલાક પરિવારોએ નવા મકાનનું વાસ્તુપૂજન કે ગૃહપ્રવેશ પણ કર્યો હતો. આમ, ભાવનગરના લોકોએ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા મુજબ વિજયાદશમીના પર્વની ઉજવણી કરી.



