ગીર સોમનાથ શ્રાવણ માસ પોતાના મધ્યમાં પહોંચ્યો છે ત્યારે સોમનાથ તીર્થમાં શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. પ્રતિ દિન સંધ્યા સમયે મહાદેવની કરવામાં આવતા વિશેષ શૃંગાર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે.ત્યારે શ્રાવણ શુક્લ ત્રયોદશીના પર્વ પર સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. સમગ્ર જ્યોતિર્લિંગ પર ભસ્મનો લેપ લગાવવામાં આવ્યો હતો. અને જ્યોતિર્લિંગ કેન્દ્રમાં શિવજીનું વૈરાગકારી સ્વરૂપ પ્રતિકૃતિ સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું હતું. મહાદેવના આ અલૌકિક શૃંગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા અને સમગ્ર સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવ જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ શુક્લ ત્રયોદશીના પર્વ પર સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર દર્શન

Follow US
Find US on Social Medias


