BharatPeને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) તરફથી નોટિસ મળી છે. કેન્દ્રીય મંત્રાલયે ભારતપે પાસેથી અશનીર ગ્રોવર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ કેસ માટેના પુરાવા માંગ્યા છે.
Fintech unicorn BharatPeને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) તરફથી નોટિસ મળી છે. આ નોટિસ કંપની દ્વારા તેના સ્થાપક અશનીર ગ્રોવર સામે શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહીની માહિતી મેળવવા માટે મોકલવામાં આવી છે.
- Advertisement -
આ નોટિસ કંપની એક્ટની કલમ 206 હેઠળ જારી કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રાલયે ભારતપે પાસેથી અશનીર ગ્રોવર વિરુદ્ધ તમામ પુરાવા માંગ્યા છે જે કંપનીએ સિવિલ અને ફોજદારી કેસમાં કોર્ટમાં દાખલ કર્યા છે. જણાવી દઈએ કે આ મામલો લગભગ બે વર્ષથી ચાલી રહ્યો છે.
ફિનટેક કંપની વર્ષ 2022માં વિવાદમાં આવી હતી જ્યારે કંપનીના સ્થાપક અશનીર ગ્રોવરે Nykaa કંપનીના IPO એલોટમેન્ટ સિક્યોર ન કરવા પર કોટક ગ્રુપના કર્મચારી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેને ધમકી આપી હતી. વિવાદ બાદ, અશનીર ગ્રોવરે BharatPe ના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કંપનીએ તેના નાણાકીય એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવાનું નક્કી કર્યું હતું.
નોંધનીય છે કે અશનીર ગ્રોવરે જ ભારત પેની સ્થાપના કરી હતી, પાછળથી, અશનીર અને તેની પત્ની પર કંપનીના ભંડોળની હેરફેર કરવાના આરોપો મૂકવામાં આવ્યા હતા અને તેમને કંપનીના બોર્ડમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
BharatPeનું શું કહેવું છે?
ફિનટેક કંપની BharatPeએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. કંપનીનું કહેવું છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) એ એક પત્ર મોકલ્યો છે જેમાં કેટલીક વધારાની માહિતી માંગવામાં આવી છે. માંગવામાં આવેલી માહિતી એ ચાલુ તપાસનો એક ભાગ છે જે આંતરિક ગવર્નન્સ સમીક્ષા બાદ શરૂ કરવામાં આવી હતી અને જે કંપનીએ તેના ઓડિટેડ પરિણામોમાં જાહેર કરી હતી. કંપનીનું કહેવું છે કે તે દરેક સંભવિત રીતે સહયોગ કરી રહી છે.