સ્પર્ધામાં પાંચ શાળાઓએ ભાગ લીધો, વિજેતાઓનું સન્માન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવવા તથા સંસ્કારના સિંચન માટે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા 2023નું સફળ આયોજન ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની નામાંકિત પાંચ સ્કૂલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે નવયુગ વિદ્યાલય, બીજા નંબરે સાર્થક વિદ્યાલય અને ત્રીજા નંબરે નિલકંઠ વિદ્યાલયની ટીમને શિલ્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી રણછોડભાઈ કુંડારીયા તથા લલિતભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમના આર્થિક સહયોગી તરીકે દિવ્યકાંતભાઈ (વોલ સેરા સિરામિક) નો સહયોગ મળ્યો હતો તેમજ નિર્ણાયક તરીકે લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા અને ભાર્ગવભાઈ દવે ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને તેમના વાલીઓ તેમજ સંગીત શિક્ષક અને સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારત વિકાસ પરિષદનાં પ્રમુખ ડો. જયેશભાઇ પનારા અને મંત્રી હિંમતભાઈ મારવણીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.