ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે વડોદરા બાદ તેઓ અમરેલી પધારવાના છે. અમરેલીના લાઠી તાલુકાના દુધાળામાં ઙઙઙ મોડથી કરોડોના ખર્ચે બનાવાયેલા ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. ભારત માતા સરોવરના લોકાર્પણ ઉપરાંત સૌરાષ્ટ્રના રૂ. 4800 કરોડ રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. લાઠીના દુધાળામાંથી પસાર થતી ગાગડિયા નદી પર નિર્માણ કરાયેલા સરોવરના કારણે આસપાસનાં ગામોમાં પાણી અને પાકનું ચિત્ર પલટાઈ ગયું છે.
- Advertisement -
ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતા નદીના જળને રોકી એનો કઈ રીતે બેસ્ટ ઉપયોગ કરી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઙઙઙ મોડલ અંતર્ગત ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂ.35 કરોડના ખર્ચથી સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લિટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે. એની પહોળાઇ પણ વધારવામાં આવી છે અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને એની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે, એના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લિટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારત માતા સરોવર નામ આપવામાં આવ્યું છે હાલ ભારત માતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે.લાઠીના દુધાળા પાસેથી પસાર થતી ગાગડિયા નદી પર હયાત ચેકડેમની સંગ્રહક્ષમતા વધારી ભારત માતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે પાણીની સંગ્રહ ક્ષમતામાં પાંચ ગણો વધારો થયો છે. સરોવરમાં હાલ અંદાજે 24.50 કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તરોના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. જળસ્તર ઊંચા આવવાના કારણે આગામી દિવસોમાં આ વિસ્તારમાં પાણી અને ખેતીપાકને ફાયદો થશે.અમરેલી સહિત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને બોટાદ ઉપરાંત કચ્છ જિલ્લાને અંદાજે રૂ.4800 કરોડથી વધુના ખર્ચે 1,600 જેટલાં વિકાસકાર્યોની ભેટ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યને જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે. પ્રધાનમંત્રીના હસ્તે અંદાજે રૂ. 4,800 કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 1,600 જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.