-હાલમાં આ કંપનીમાં 1 લાખ 8 હજાર કર્મચારીઓ કરે છે કામ
શ્રીરામ ગ્રુપના સ્થાપક આર ત્યાગરાજને તેમનું ઘર અને કાર સિવાય લગભગ 6000 કરોડની સંપત્તિ તેમના કર્મચારીઓને દાનમાં આપી છે. હાલ આ કંપનીમાં 1 લાખ 8 હજાર લોકો કામ કરે છે. આ કંપની ગરીબ લોકોને લોન આપવી એ સામાજિક ધર્મ સમજે છે. શ્રીરામ ગ્રુપના સ્થાપક આર ત્યાગરાજન પોતાની પાસે મોબાઈલ પણ રાખતા નથી.તેઓ મોબાઈલને ધ્યાન ભટકાવનાર મને છે.
- Advertisement -
શ્રીરામ ગ્રૂપના સ્થાપક આર ત્યાગરાજન તેમના નાના ઘર અને કાર સિવાય તેમની તમામ સંપત્તિ તેમના કર્મચારીઓને દાનમાં આપી દીધી છે. તેમના એક ઈન્ટરવ્યુમાં 86 વર્ષીય આર ત્યાગરાજને કહ્યું હતું કે તેમણે 750 મિલિયન ડોલર એટલે કે રૂ. 6,000 કરોડનું દાન કર્યું છે. પરંતુ આ કોઈ નવી વાત નથી. તેણે આ દાન ક્યારે કર્યું તે જણાવ્યું નથી. તેણે કહ્યું કે હું થોડો ડાબેરી છું પરંતુ હું એવા લોકોના જીવનમાંથી મુશ્કેલીઓ દુર કરવા માંગુ છું જેઓ સમસ્યાઓમાં ફસાયેલા છે. હું ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં એ સાબિત કરવા આવ્યો છું કે ક્રેડિટ હિસ્ટ્રી અને નિયમિત આવક વગરના લોકોને લોન આપવી એટલું જોખમી નથી જેટલું માનવામાં આવે છે.
આર ત્યાગરાજન કહ્યું કે ગરીબોને લોન આપવી એ સમાજવાદનો એક પ્રકાર છે. અમે લોકોને વ્યાજબી દરે લોન આપવાનો પ્રયાસ કર્યો છે. ઈન્ટરવ્યુમાં જ્યારે ત્યાગરાજન ને પૂછવામાં આવ્યું કે શ્રીરામ ગ્રુપ લોકો માટે અલગ શું છે ? આ અંગે તેમણે કહ્યું કે અમારું જૂથ લોકોના ક્રેડિટ સ્કોરને જોતું નથી કારણ કે મોટાભાગના ગ્રાહકો ઔપચારિક ફાઇનાન્સનો ભાગ નથી.
શ્રીરામ ફાઇનાન્સ એ ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની પૈકીની એક છે જે પર્સનલ લોન, બિઝનેસ લોન, વ્હીકલ લોન સહિતની લોનની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ સાથે કંપની વીમો પણ આપે છે. રિપોર્ટ અનુસાર હાલમાં આ ગ્રુપમાં 1 લાખ 8 હજાર કર્મચારીઓ છે. શ્રીરામ ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 25.13 ટકાનો વધારો કરીને 1675 કરોડનો નફો કર્યો છે. એક વર્ષ પહેલા કયુ1 એફવાય23માં કંપનીનો નફો રૂ. 1338.95 કરોડ હતો.
- Advertisement -
ત્રણ લોકોએ મળીને 1974માં ગ્રુપની શરૂઆત કરી
કંપનીની ચોખ્ખી વ્યાજ આવક જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11.31 ટકા વધીને રૂ. 4,435.27 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,984.44 કરોડ હતી. શ્રીરામ ગ્રુપની સ્થાપના 5મી એપ્રિલ 1974ના રોજ આર. ત્યાગરાજન, એવીએસ રાજા અને ટી. જયરામન. ગ્રૂપની શરૂઆત ચિટ ફંડ બિઝનેસથી થઈ હતી અને બાદમાં ગ્રૂપે લોન અને ઈન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. થોડા વર્ષોની મહેનત બાદ કંપનીની ગણતરી દેશની અગ્રણી કંપનીઓમાં થવા લાગી. આજે આ કંપનીનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે અને કંપની તમામ ક્ષેત્રોમાં કામ કરી રહી છે.