હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠયું
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણના ચોથા સોમવારે યાત્રીઓનો ભક્તિસાગર ઉમટી પડયો હતો અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરીસર ગુંજી ઉઠયું હતું સમુદ્ર કિનારે આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર વિવિધ પીતાંબર,વિવિધ પુષ્પોનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ.
- Advertisement -
જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ શિવાયનો નાદ ગુંજી ઉઠયો હતો તેની સાથે સાતમ આઠમ ના તેહવારના ચાર દિવસોમાં લાખો શ્રદ્ધાળુ ઓએ સોમનાથ મહાદેવના દર્શન કરવા ઉમટી પડયા હતા અને ભગવાન ભોળાનાથ ને શીશ જુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.