ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
હોળીના પાવન પર્વ નીમીતે રાજકોટ શહેર ભકતીનગર પોલીસ સ્ટેશન તથા સુરક્ષાસેતુ સોસાયટીના કમીટી સભ્યોના સંયુકત ઉપક્રમે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશનની નજીકમા જ આનંદનગર મેઇનરોડ પર આવેલા જલારામ વૃધ્ધાશ્રમમાં રહેતા કુલ-19 વૃધ્ધમાતાઓને સૌ પ્રથમ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.મયુરધ્વજસીહ એમ સરવૈયા તથા પોલીસ સ્ટેશનના તમામ મહીલા કર્મચારીઓ દ્વારા કપાળે કંકુચાંદલા કરી તથા પુષ્પવર્ષા કરી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવામાં આવેલ ત્યારબાદ દેવપરા શાર્કમાર્કેટ પાસે આવેલ શાળાનં-63 ના કેમ્પસ મા તમામ માતાઓ ને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જમાડવામા આવેલ જમી લીધાબાદ એમ.ટી વિભાગની બસમાં બેસાડીને પોલીસ હેડ કર્વાર્ટસ ખાતે પ્રગ્ટાવેલા હોળીના દર્શન કરવા લઈ જવામાં આવેલ જ્યા ઉપસ્થિત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા અન્ય ઉચ્ચ અધીકારીઓએ વૃધ્ધાશ્રમમાંથી આવેલા તમામ વૃધ્ધોને ઊષ્માભેર મળી તેઓના ખબરઅંતર પુછયા હતાં.
- Advertisement -
ત્યારબાદ માતાઓએ રામનાથ મહાદેવના દર્શન કરવાની ઈચ્છા વ્યકત કરતા પો.ઈન્સ મયુરધ્વજસિંહ સરવૈયા દ્વારા તેઓને રામનાથ મહાદેવ મંદીર ખાતે લઈ જઈ જળ ચડાવી શાસ્ત્રોકતવીધી કરાવેલા તે પુર્ણ થતા તેઓને ફરી વૃધ્ધાશ્રમ ખાતે પરત પહોચાડેલ આજના આ પાવન દીવસે ભક્તિનગર પોલીસ તથા સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા તેઓને માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તથા હોળી અને ધાર્મીક સ્થળોના દર્શનની ઈચ્છાપુર્તી કરવામાં આવી તથા તેઓની સાથે જ સમગ્ર કાર્યક્રમ દરમીયાન ખડેપગે રહી તેઓની સંભાળ રાખનાર તમામ અધીકારી/કર્મચારીઓનો ખુબજ આભાર માનેલ તેઓ ને પરત વૃધ્ધાશ્રમ ખાતે ઊતારી પરત ફરતી પોલીસ ને જોઇ વૃધ્ધોને આખોમા આંસુ છલકાયા તથા અવારનવાર મળવવા આવવા પોલીસ સ્ટાફને અનુરોધ કરતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર સુરક્ષાસેતુ કમીટીના સભ્યો મનુભાઇ જોબનપુત્રા તથા કેતનભાઇ જરીયા, ગોપાલભાઇ તથા જલારામ વૃધ્ધાશ્રમના સંચાલક દ્વારા ખુબજ સહકાર મળેલ જે બદલ તેઓનો પણ ખુબજ આભાર માનવામાં આવ્યો હતો.