સ્વ. મોદી કાકા (ભગવતભાઈ મોદી) (સૂર સંસાર સંસ્થા)ના પૌત્ર અને શ્રીમતિ પૂર્વીબેન તથા કુણાલભાઈ ભગવતીદાસ મોદીના સુપુત્ર ચિ.શ્રેયના શુભલગ્ન અ.સૌ.તૃપ્તિબેન તથા કલ્પેશભાઈ શરદભાઈ જાટકીયાની સુપુત્રી પુત્રી ચિ.ભવ્યા સાથે તા.23ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરાધેલ છે. આ પ્રસંગે તા.22ના શનિવારે મોસાળુ અને સાંજીના ગીત રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.24ના સોમવારે રાજકોટ ખાતે રાખેલ છે.
હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી; મંગળ વેળા વરતી પૂરણ માણવી.
- Advertisement -
હરિને સ્મરવાનું મહુરત ના નીકળે; રુદિયે હરિ સાંભર્યા એ પળ ઝળહળે. હોઠે હોય ભલે વજ્જર સાંકળો; આતમ બોલે, આતમરામ સાંભળે. હરિની પદ્મ અંકિત પગલી પરમાણવી હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી
ચન્દન મ્હોર્યાનું હોય નહીં ટીપણું; તત્વ ગ્રહીને ત્યજી દેવું ટૂંપણું. રાતના અંધારાની કરવી શું રાવ રે? પાંદડું સળવળ્યે સમજવું મોંસૂંઝણું. વ્હાલોજી આવ્યાની ઢૂંકડી વધામણી;
હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી.
– ભગવતી કુમાર શર્મા



