-2014-15 માં 1000 બાળકોનાં જન્મ સાથે બાળકીઓનો જન્મ દર 901 હતો, હવે 928
એક સમયે ગુજરાતમાં દર હજાર પુરૂષ સામે જન્મતી બાળકીઓને લગતા સેકસ રેશીયામાં ગુજરાત ખુબ પાછળ હતું. પરંતુ રાજય સરકાર દ્વારા બેટી બચાવો આંદોલનથી લઈને ક્ધયા કેળવણી માટે અનેક પ્રોત્સાહનો અપાતા છેલ્લા લગભગ એક દાયકામાં ચાઈલ્ડ સેકસ રેશીયામાં ભારે સુધારો થયો છે.2014-15 માં ગુજરાતનો સેકસ રેશીયો 901 હતો તેમાં વધારો થઈને 2022-23 માં 928 થવા પામ્યો છે. જોકે રાષ્ટ્રીય કક્ષાના સરેરાશ 933 ના બાળકીઓનાં જન્મ દરની સરેરાશ સામે ગુજરાતમાં પાંચ બાળકીઓ જેટલો ઓછો છે.
- Advertisement -
લોકસભામાં ગુજરાત સહીત સમગ્ર દેશમાં વિવિધ રાજયમાં ચાઈલ્ડ સેકસ રેશીયોને લગતી જાણકારી માંગવામાં આવી હતી. તેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જણાવાયું હતું કે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સીસ્ટમ દ્વારા સમગ્ર દેશમાં ચાઈલ્ડ સેકસ રેશીયા ઉપર મોનીટરીંગ કરાઈ રહ્યું છે તેના કારણે રાષ્ટ્રીય સ્તરે 2014-15 માં સરેરાશ 918 નો સેકસ રેશીયો હતો તે વધીને 2022-23 માં 933 થવા પામ્યો છે. અન્ય અનેક રાજયમાં પણ તેમાં સુધારો થયો હોવાનું જણાવાયું છે. બાળકીઓનો જન્મ દર વધે તે માટે સંખ્યાબંધ પ્રયાસ કરાઈ રહ્યા હોવાનું જણાવાયુ છે. જેમાં બેટી બચાવો-બેટી પઢાઓ યોજના, ગર્ભમાં બાળક છે કે બાળકી તેના પરીક્ષણ પર ચુસ્ત પ્રતિબંધ અને બાળકીઓના જન્મને પ્રોત્સાહન આપી નાગરીકોમાં જાગૃતિ લેવાઈ રહી છે.
ગુજરાતમાં ઉતર ગુજરાતનાં કેટલાંક જીલ્લામાં ચોકકસ જ્ઞાતિઓમાં મોટા પાયે ગર્ભ પરીક્ષણ થકી બાળકીઓને જન્મ નહિં આપવાનો ટ્રેંડ ચાલ્યો હતો. તેના કારણે આદિવાસી અને અન્ય રાજયની યુવતીઓને તેમના સમાજનાં યુવાનોને પરણાવવા સુધીની નોબત આવી હતી. જોકે ગુજરાતમાં પણ આવી જ્ઞાતિઓમાં સામાજીક સુધારા થતા સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. બાળકીઓને પણ બાળકોની જેમ જ આવકારવામાં આવી રહી છે તે આનંદની વાત છે. 2014-15 માં 901 સેકસ રેશીયામાં 27 અંકનો વધારો થતાં હવે 928 બાળકીઓના, દર હજાર પુરૂષ સામે જન્મ દર થયો છે.