સૌથી વધુ ભીડભાડવાળા શહેરોની યાદીમાં મુંબઈ અને દિલ્હી બીજા અને ત્રીજા સ્થાને
ભારતમાં દેશનાં અનેક મોટાં શહેરોની વસ્તી કરોડોમાં છે. તાજેતરમાં ટ્રાફિક ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બેંગલુરૂને ભારતમાં સૌથી વધુ ગીચ શહેર તરીકે ઓળખવામાં આવ્યું છે. ટ્રાફિક ક્વોલિટી ઈન્ડેક્સમાં બેંગલુરૂને 800 અને 1000 ની વચ્ચેના સ્કોર સાથે અત્યંત ભીડભાડવાળા શહેર તરીકે દર્શાવવામાં આવ્યું છે.
- Advertisement -
બેંગલુરૂ પછી મુંબઈનું નામ આવે છે. જેનો સ્કોર 787 છે, જ્યારે દિલ્હી અને હૈદરાબાદ 747 અને 718ના સ્કોર સાથે ત્રીજા અને ચોથા સ્થાને આવે છે. અહેવાલો અનુસાર, બેંગલુરૂના સિલ્ક બોર્ડ જંક્શન, બેંગલુરુના સૌથી વધુ ભીડવાળા વિસ્તારોમાંના એક છે. જુલાઈમાં ડબલ-ડેકર ફ્લાયઓવર ખોલ્યાં પછી ટ્રાફિક જામમાં ઘટાડો જોવા મળ્યો છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કુલદીપ કુમાર જૈનના ડેટા અનુસાર, સિલ્ક બોર્ડ પર ટ્રાફિક જામમાં ઓછામાં ઓછો 50 ટકાનો ઘટાડો થયો છે. ફ્લાયઓવરના ઉદઘાટન પહેલાં, આ વિસ્તારમાં દિવસે સરેરાશ 24 વખતે ટ્રાફિક જામ થતો હતો, જે એક મહિનામાં ઘટીને 15 વખત થઈ ગયો હતો. જંકશન પર ટ્રાફિક કતારોની સરેરાશ લંબાઈ 19 કિમીથી ઘટીને 10 કિમી થઈ છે, જેનાથી મુસાફરોને નોંધપાત્ર રાહત મળી છે.