રાજકોટની સોની બજાર દાગીના માટે નહીં પણ કારીગરોની કરામત માટે બની પ્રચલિત : ફોન બંધ કરી નાસી છૂટેલા શખ્સ સામે એ ડિવિઝન પોલીસમાં ચોરી અંગે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સોની બજાર સોનાના દાગીનાઓ માટે નહીં પરંતુ ફુલેકુ ફેરવીને નાસી જતા બંગાળી કારીગરો માટે વધુ પ્રચલિત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણકે લગભગ એકેય મહિનો ખાલી જતો નથી જયારે કોઈ સોની વેપારીનું બંગાળી કારીગર સોનુ લઈને રફુચક્કર ન થયો હોય વધુ બંગાળી કારીગર 36.51 લાખનું સોનુ ચોરી નાસી જતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ કરતા સોની વેપારીથી તિજોરીમાં ચાવી છૂટી જતાં બંગાળી કારીગર હાથફેરો કરી ગયાનું જાણવા મળતા પોલીસે કળા કરી નાસી છૂટેલા કારીગરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટની સોની બજારમાં દરબારગઢ ચોક રામજી શેરીમાં રહેતા કલ્પેશભાઈ મથુરભાઈ કાતરીયા ઉ.34 નામના વેપારીએ પશ્ચિમ બંગાળના હુગલીના બંગાળી કારીગર અક્ષય બાઉળી સામે 36.51 લાખના સોનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઘરે નીચેના ભાગે માણેક ગોલ્ડ કાસ્ટીંગ નામે કારખાનું ચલાવે છેજેમાં સોનાના દાગીના બનાવવાનું કામ મજુર રાખી કરાવે છે તેના કારખાનામાં ત્રણ મજુર કામ કરે છે બારેક વર્ષ પહેલા તેઓ સુરત અમર જવેલર્સમાં નોકરી કરતાં હતાં ત્યારે ત્યાં અક્ષય સાથે સંપર્ક થયો હતો ગઈ તા.1-10ના રોજ અક્ષય કારખાને આવ્યો હતો અને કામે રાખવાનુ કહેતા તેને કામે રાખ્યો હતો તે રામનાથપરા શેરીમા રહેતો હતો ગઇ તા.04ના સવારે તેઓએ કારખાનુ ખોલ્યું હતુ. થોડીવારમા પત્નિ ત્રીગુણાએ ફોન કરી નાસ્તો કરવા બોલાવતા તે ઉપરના માળે નાસ્તો કરવા ગયો હતો. ત્યારે ઘરની બેલ વાગતા પત્નિ નીચે જઇ દરવાજો ખોલેલ અને ઉપર આવી વાત કરેલ કે, નવો કારીગર અક્ષય આવ્યો છે જેથી તેઓને યાદ આવ્યું કે, કારખાનામા તીજોરી ખોલી હતી અને તેની ચાવી તીજોરીમા જ રહી ગઈ છે જેથી તુરત જ નીચે કારખાનામાં જતા ત્યા અક્ષય મળી આવ્યો ન હતો જેથી તુરંત તીજોરીમા જોતા દાગીના બનાવવા સોની વેપારીએ આપેલ ફાઈન સોનુ 270.280 ગ્રામ તથા અઢાર કેરેટ સોનાનો ભુક્કો વજન આશરે 38.740 ગ્રામ જોવા મળ્યા ન હતા જેથી ઘરની બહાર શેરીમા જોતા અક્ષય ત્યાં પણ જોવા મળ્યો ન હતો બાદ તેના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા તેનો નંબર પણ બંધ આવ્યો હતો. જેથી રામનાથપરામા જઈ તેના ઘરે તપાસ કરતા ત્યાં પણ મળી આવેલ નહી જેથી અક્ષય 32.97 લાખનું 270.280 ગ્રામ ફાઈન સોનુ અને 3.54 લાખનો 38.740 ગ્રામ સોનાનો ભૂકો મળી કુલ 36.51નું સોનું ચોરી જતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પીઆઇ બી વી બોરીસાગર અને ટીમે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.



