સોનાના 1300 ગ્રામ મીક્સ દાગીના ઘાટકામ કામ માટે આપ્યાં’તા
એ ડિવિઝન પોલીસે છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સોની વેપારીનું 76.80 લાખનું સોનુ બંગાળી વેપારી ઓળવી જઈ છેતરપીંડી આચરતા એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી શ્રી હરી ઓર્નામેન્ટ વાળા વેપારીએ બંગાળી વેપારીને બુટી, બાલી વિગેરે સોનાના 1300 ગ્રામ મીક્ષ દાગીના ઘાટકામ કામ માટે આપ્યાં હતા. જેમાંથી આરોપી 500 ગ્રામ સોનુ પરત કરી 800 ગ્રામ પરત ન આપી છેતરપીંડી આચરી હતી.
બનાવ અંગે રાજકોટમાં દિગ્વિજય મેઈન રોડ પર પ્રહલાદ પ્લોટમાં રહેતાં તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા ઉ.62એ અબુઝાફર ઝમાદાર બંગાળી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરી ઓર્નામેન્ટ નામની સોનાના જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરે છે. દોઢેક વર્ષથી સોની બજાર બોઘાણી શેરી એસ.કે. ગોલ્ડ કોમ્પલેક્ષ બીજા માળે જીયાન જવેલર્સ નામની દુકાન ધરાવતા અબુઝાફર ઝમાદાર બંગાળી જે સોનાના ઘરેણાનું ઘાટકામ કરતા હોય તેને તેઓ સોનાના ઘરેણાનુ ઘાટકામ કરવા માટે આપતાં હતાં ગઇ તા. 05/09/2024 ના સાંજના સમયે અબુઝાફર બંગાળીને ફોન કરી દુકાને સોનાના ઘરેણા બાનાવવાનો ઓર્ડર લેવા માટે બોલાવેલ હતો. અબુઝાફર બંગાળીને મહીલાને કાનમાં પહેરવાની બુટી,બાલી વિગેરે સોનાના મીક્ષ દાગીના બનાવવાનો ડીઝાઇન સાથે ઓર્ડર આપેલ અને 1300.240 ગ્રામ ફાઇન સોનુ આપેલ, તેમણે પાંચ દિવસમાં આ દાગીના બનાવી પરત આપવાનુ કહેલ હતું.
- Advertisement -
છ-સાત દિવસ બાદ અબુઝાફર બંગાળીને ફોન કરી સોનાના દાગીના બનાવવા માટે ઓર્ડરના આપેલ દાગીના દેવા માટે દુકાને બોલાવેલ અને તેમણે કહેલ કે, તમારૂ સોનુ મારી પાસે બીજા લોકો સોનુ માંગતા તેમને દઇ દિધેલ છે, તમારૂ સોનુ હું તમને થોડા સમયમાં પરત આપી દઈશ, બાદ તા. 14/09/2024 ના આરોપી દુકાને આવી 400 ગ્રામ ફાઇન સોનુ આપી ગયેલ હતો બાદ તા.21/09/ના આરોપી પાસેથી લેવાનું નીકળતા 900,240 ગ્રામ ફાઇન સોના બાબતે કહેતાં અબુઝાફર બંગાળીએ તેમના ચાર કોરા ચેકમાં પોતાની સહી કરી અને નોટરી કરી આપેલ અને કહેલ કે, હુ તમને થોડા સમયમાં તમારૂ સોનુ પરત આપી દઈશ અને બાદ મને મારા ચેક પરત આપી દેજો. તા.14/10/2024 ના અબુઝાફ2 બંગાળી ફરીવાર દુકાને આવી અને 100 ગ્રામ ફાઇન સોનુ આપી ગયેલ હતો.
પંદર વીસ દિવસ બાદ ફરી આરોપીને ફોન કરી બાકી નીકળતુ 800.240 ગ્રામ ફાઇન સોનુ પરત આપવા માટે ફોન કરતા અબુઝાફર બંગાળીએ કહેલ કે, હું તમને થોડા સમયમાં તમારૂ સોનુ પરત આપી દઇશ. બાદ આજ સુધી અવાર નવાર અબુઝાફર બંગાળીને તેમની પાસેથી લેવાનું બાકી નીકળતું 800,240 ગ્રામ ફાઇન સોનુ પરત આપવા માટે કહેતા તે આપતો ન હોય અને ખોટા વાયદા કરતા હોય જેથી 800.240 ગ્રામ રૂ. 76,80,000 કિંમતનુ ફાઇન સોનુ કે રૂપીયા મને પરત નહી આપી છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.