ટ્રસ્ટીઓની રજૂઆતને લઈને વોર્ડ નં.13ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા, જયાબેન ડાંગર, નીતિન રામાણી અને સોનલબેન સેલારાની ગ્રાન્ટમાંથી બાકડા મુકવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના વોર્ડ નં.13માં પવિત્ર શ્રાવણ માસના તહેવાર નિમિતે વોર્ડના વિવિધ મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શ્રાવણ માસ નિમિતે સીનીયર સિટીઝનો, ભાઈઓ-બહેનો દર્શનાર્થે આવતા હોવાથી લોકોને ઉભુ રહેવું પડે છે જે રજૂઆતને ધ્યાનમાં લઈ વોર્ડ નં.13ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા, જયાબેન ડાંગર, નીતિનભાઈ રામાણી અને સોનલબેન સેલારાની ગ્રાન્ટમાંથી બાકડા મુકવામાં આવ્યા છે.
- Advertisement -
ભગવાન ભોળીયા નાથના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવાર નિમિતે વૃદ્ધો, વડીલો, માતાઓને, બહેનોને પૂજા અર્ચના કરતા હોઈ, દિપમાળા, આરતી, કથાનું શ્રવણ કરતા હોય તેવા આશયથી લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે 2023-24ની ગ્રાન્ટમાંથી મંદિરના પટાંગણમા બાકડા મૂકવામા આવેલા છે.