ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
શહેરના બી ડિવિઝન પીઆઇ જાડેજા અને એલસીબી પીએસઆઈ ઝાલા સહિતે બાતમી આધારે ગત બુધવારે રાત્રે કુવાડવા રોડ જૂના જકાતનાકા પાસેથી 7.50 ગ્રામ એમડી ડ્રગના જથ્થા સાથે જામનગરના શાહરુખ બસીર જામ અને રાહુલ દીપક ગોસાઇને ઝડપી લઈ 75 હજારનું ડ્રગ્સ, રોકડ, મોબાઈલ સહિત 1 લાખનો મુદામાલ કબજે કર્યો હતો
- Advertisement -
પ્રાથમિક પૂછતાછમાં બંને મુંબઈથી ડ્રગ્સ લાવી જામનગરમાં છૂટક વેચતા હોવાનું અને પોતે પણ સેવન કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન નશાના આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા પોલીસે રિમાન્ડની માગણી સાથે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં અદાલતે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી