બોલીવુડ સ્ટાર્સને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ વ્યૂઝ મેળવનારા કલાકારો વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તવમાં IMDB એ છેલ્લા દાયકામાં સૌથી વધુ જોવાયેલા ટોચના 100 સ્ટાર્સની યાદી બહાર પાડી છે.
આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ ટોપ પર છે. દીપિકાએ નંબર વન આવવા પર ખુશી વ્યક્ત કરી છે અને તેના ફેન્સનો આભાર માન્યો છે. બીજા સ્થાને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને આ યાદીમાં ત્રીજા સ્થાને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છે.
- Advertisement -
જ્યારે ગંગુબાઈ કાઠિયાવાડી સ્ટાર આલિયા ભટ્ટ આ યાદીમાં ચોથા સ્થાને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આલિયાએ પોતાની ફિલ્મોથી દરેકના દિલમાં એક મોટી છાપ છોડી છે. દિવંગત અભિનેતા ઈરફાન ખાન પાંચમા સ્થાને છે. આમિર ખાનને છઠ્ઠું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન સાતમું સ્થાન સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવ્યું છે. જ્યારે સલ્લુ મિયાં એટલે કે સલમાન ખાનનો નંબર આઠ છે.