ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાનાં ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા સહિતનાં તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે.જેમાં ધોરાજી તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં શ્રી ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ધોરાજી ખાતે, જેતપુર તાલુકાનો કાર્યક્રમ લેઉવા પટેલ સમાજ, થાણા ગાલોણ ખાતે, ઉપલેટા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે, જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પનું આયોજન, સેવાસેતુ તેમજ સહકારી પ્રવૃત્તિઓની રૂપરેખા આપવામાં આવી હતી.
Follow US
Find US on Social Medias