પોસ્ટમોર્ટમ પછી હોસ્પિટલે 50 હજાર માંગ્યા, માતા-પિતાએ ઘરે-ઘરે જઈને પૈસા ભેગા કર્યા
બિહારના સમસ્તીપુરમાં માનવતાને લજવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે અહીંની એક હોસ્પિટલે પોસ્ટમોર્ટમ પછી શબ આપવા માટે ગરીબ માતા-પિતા પાસેથી 50 હજાર રૂપિયા માંગ્યા હતા. પરિવારની પાસે આટલી રકમ નહોતી. પૈસાની વ્યવસ્થા કરવા માટે તેઓ પોતાના ગામમાં પરત આવી ગયા હતા. તે પછી તેઓ ગામમાં ભીખ માંગતા જોવા મળ્યા હતા. આ લોકો વિવિધ લોકોના ઘરે જતા અને પોતાની મજબૂરી અંગે જાણ કરીને મદદ માંગતા હતા. આ દરમિયાન કોઈએ એક વીડિયો બનાવી લીધો. જે વાઈરલ થઈ ગયો.
- Advertisement -
આ રકમ હોસ્પિટલના કર્મચારીએ માંગી હતી. આ મામલો હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનની પાસે પહોંચ્યો તો તેમણે ઉતાવળમાં મૃતદેહને પોલીસને સોંપી દીધુ હતું. તે પછીથી બુધવારે અંતિમ સંસ્કાર થયા હતા. ગામના લોકોએ હતું કે પરિવાર એટલો ગરીબ છે કે પુત્રના અંતિમ સંસ્કાર કરવા પણ સક્ષમ નહોતો. એવામાં મોહલ્લાના કેટલાક લોકોએ મદદ કરી.