ઈંગ્લેન્ડ પ્રવાસે પહોંચેલી ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતના કાયમી કેપ્ટન રોહિત શર્મા કોરોનાથી રિકવર થઈ ગયા છે. રોહિત શર્માનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે પ્રેક્ટિસ કરવા પણ ઉતર્યા હતા. રોહિત શર્મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ મેચ પહેલાં કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા અને આઈસોલેશનમાં હતા. આ જ કારણથી તે ટેસ્ટ મેચમાં ભાગ લઈ શક્યા નહોતા પરંતુ હવે ફરીવાર તે મેદાન પર પરત આવી ગયા છે. 7 જૂલાઈથી ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ટી-20 શ્રેણી પહેલાં રોહિત ફીટ થઈ જાય તેવી શક્યતા છે.
- Advertisement -
સોશ્યલ મીડિયા પર અમુક તસવીરો સામે આવી છે જ્યાં રોહિત શર્મા પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે. તાજેતરમાં જ ઘરેલું મેદાન પર પૂર્ણ થયેલી આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં તેમણે ભાગ લીધો નહોતો. ત્યારપછી તે ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા પરંતુ ત્યાં કોરોનાગ્રસ્ત થઈ જતાં તેની જગ્યાએ એજબેસ્ટન ટેસ્ટમાં ટીમની કમાન જસપ્રિત બુમરાહને સોંપવામાં આવી છે. આ ટેસ્ટ મેચ બાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતે ટી-20 અને વન-ડે શ્રેણી પણ રમવાની છે. ત્રણ ટી-20 7, 9 અને 10 જૂલાઈએ રમાશે જ્યારે 12, 14 અને 17 જૂલાઈએ વન-ડે મેચ રમાશે.
Captain Rohit Sharma starts net practice after recovering from COVID-19
Read @ANI Story | https://t.co/husRGLDeFX#RohitSharma𓃵 #Cricket pic.twitter.com/pWLzcGIfGq
- Advertisement -
— ANI Digital (@ani_digital) July 4, 2022