DySP, PI, PSI સહિતના 545 અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે
બહારગામ ફરવા જતાં લોકોએ કીમતી દાગીના, રોકડ લોકર્મ મૂકીને જવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાના શાપર, મેટોડા, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ સહિતના સેન્ટરોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જિલ્લામાં પાંચ જગ્યાએ ચેક પોસ્ટ શરૂ કરાઈ છે. એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ટ્રાફીક શાખાની અલગ-અલગ ટીમો સતત એલર્ટ રહેશે તહેવાર દરમિયાન તમામ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ, પોલીસ કર્મચારી મળી 545 અધિકારી – કર્મચારીઓ ફરજમાં રહેશે.
- Advertisement -
રાજકોટ રૂરલ પોલીસ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા આગામી તા.31/10/2024 ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા જીલ્લા ટ્રાફીક શાખાની અલગ-અલગ ટીમો બનાવી ભીડભાડ વાળી જગ્યાઓ, બજારો તથા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા વિગેરે વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ વાહન ચેકીંગ દરમ્યાન 532 જેટલા શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ. શંકાસ્પદ 112 શખ્સને ચેક કરવામાં આવેલ. ગેર કાયદેસર વાહનો ચલાવતાં મળી આવતાં તેવા શખ્સો વિરૂધ્ધ એમ.વી.એકટ હેઠળના 10 કેસો, ટ્રાફીક અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ 8 તથા જાહેરનામા ભંગના 6 કેસો કરવામાં આવેલ હતા.
તેમજ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી અલગ-અલગ જગ્યાઓએ પેમ્પલેટ આપી તથા લગાવી ચોરી, લુંટ, ઓન લાઇન ફ્રોડ, તથા મારા મારી જેવા બનાવો ઉપર અંકુશમાં લેવાના ઉદ્દેશથી આ કામગીરીમાં કરવામાં આવેલ છે જિલ્લામાં કુલ 5 જગ્યાએ ચેક પોસ્ટ શરૂ કરવામાં આવેલ અને આ ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ કલોક પોલીસ સ્ટાફ ફરજ બજાવવા સૂચના કરવામાં આવેલ છે. તેમજ બીજા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે ઉદેશથી જિલ્લાના તમામ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ, પોલીસ કર્મચારી મળી 545 અધિકારી – કર્મચારીઓ સાથે હોમગાર્ડ – જી.આર.ડી તથા ટી.આર.બી.ના જવાનો પણ આ કામગીરીમાં જોડાયેલ છે.



