ફૂડ વિભાગની ટીમ વિવિધ રેસ્ટોરાંમાં ત્રાટકી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા તંત્રની ફૂડ વિભાગની ટીમ દ્વારા રેસ્ટોરન્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેકિંગ દરમિયાન રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ, પંચેશ્ર્વર પાર્ક-8, નવો 150 ફૂટ રીંગ રોડ-2, નંદનવન રેસ્ટો.ની બાજુમાં રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ ખાદ્યચીજો પૈકી એક્સપાયરી ચીઝ-6 કિ.ગ્રા. તથા વાસી અખાદ્ય મન્ચુરિયન 8 કિ.ગ્રા. મળીને કુલ 14 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરી તેમજ યોગ્ય સ્ટોજે, હાઇજીનિક કંડિશન જાળવવા તથા લાઈસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
- Advertisement -
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આર.આર. ફૂડ પોઈન્ટ, કુવાડવા રોડ, ડી-માર્ટની બાજુમાં, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલો વાસી અખાદ્ય મન્ચુરિયન 7 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરી તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કંડિશન જાળવવા અને રીલાયન્સ કોલ્ડ્રીંક્સ 40 રોડ, પ્રજાપતિ સોસા. રોડ, શિવધામ કોર્નર, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઈજીનિક કંડિશન જાળવવા તથા લાઈસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રેલનગર વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 10 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. રેલનગર વિસ્તારમાં આવેલા જયશક્તિ ડેરી ફાર્મ, કાજલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, જય સોમનાથ ખમણ હાઉસ, જય દ્વારકાધીશ નાસ્ત હાઉસ, મોમાઈ કોલ્ડ્રીંક્સ, જય બાલાજી ડેરી ફાર્મ, ખોડિયાર કોલ્ડ્રીંક્સ, ગિરિરાજ ફરસાણ, ગાયત્રી જનરલ સ્ટોલ અને શ્યામ ખમણ લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી અને આશાપુરા કોલ્ડ્રીંક્સ, એ. કે. બેકરી એન્ડ કેક શોપ, ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ભગવતી પ્રોવિઝન સ્ટોર, સિલ્વર બેકરી એન્ડ કે શોપ, આદરો નાસ્તા બોસ, શિવશક્તિ સ્ટોર, મોહનાણી જનરલ સ્ટોર, ભવાની સ્વીટ એન્ડ નમકીન, રામ જનરલ સ્ટોર્સ, રાધિકા ડેરી ફાર્મ, ભોલે બેકર્સની ચકાસણી કરવામાં આવી હતી.