160 કિલો ફૂગવાળું માખણ અને 12 કિલો વાસી મીઠાઇ મળી આવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રામ પાર્કમાં આવેલ મધુરમ ડેરી ફાર્મમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સંગ્રહ કરેલું 160 કિલો વાસી ફૂગવાળું માખણ, 12 કિલો વાસી મીઠાઇ અને 4 કિલો એક્સપાયરી થયેલું કોપરનું ખમણ મળી આવ્યું હતું. ફૂડ વિભાગે માનવ આહાર માટે અયોગ્ય હોય કુલ 176 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ચૌધરી હાઇસ્કૂલ ચોકમાં આવેલા જય અંબે ફૂડ્સમાં પણ ફૂડ વિભાગે ચેકિંગ કર્યું હતું. તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલી 3 કિલો વાસી લીલી ચટણીનો મળી આવી હતી. માનવ આહાર માટે અયોગ્ય હોય સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીમાં હાઇજેનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા સાંગણવા ચોકમાં આવેલા ભાવેશ પાન સેન્ટરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પર સંગ્રહ કરેલ અને એક્સપાયરી થયેલ કોલ્ડ્રિંક્સનો 2 લિટર જથ્થો મળી આવ્યો હતો. માનવ આહાર માટે અયોગ્ય હોય સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ લાઇસન્સ મેળવવા અને પેઢીમાં હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી.
- Advertisement -
ખાદ્યચીજોનું વેંચાણ કરતાં 20 ધંધાર્થીનું ચેકિંગ
ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના જલારામ ચોક, ગીતા મંદિર વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં ઠંડા-પીણાં, ખાદ્યતેલ, મસાલા વગેરેના 13 સેમ્પલની ચકાસણી કરી હતી. તેમજ 5 પેઢીને લાઇસન્સ મેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી.
આ 5 પેઢીને નોટિસ અંગે સૂચના અપાઇ
– કોલેજીયન પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ડાયમંડ શીંગ, પુજા પાન, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, રાજુ પાન
– બે જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા : 1. રજવાડી આઇસ્ક્રિમ કેન્ડી (55ખક પેકેટ)
– સ્થળ: અભય આઇસ્ક્રિમ પાર્લર એન્ડ જનરલ સ્ટોર્સ, ગણેશ કોમ્પેલેક્ષ-ઇ, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.4, પેડક રોડ, જવાહર સ્કૂલ પાસે
– 2.મિક્સ દૂધ (લુઝ) : સ્થળ: શ્રી સ્વામીનારાયણ ડેરી ફાર્મ, સહકાર સોસાયટી મેઇન રોડ, મેઘાણીનગર કોર્નર