રાજકોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદિપસિંહ જાડેજાનો જનતાને ખુલ્લો પત્ર
શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપના શાસન સામે યુદ્ધ: ‘પૈસા માગ્યા હોય તો ડર્યા વગર મારો સંપર્ક કરો’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને કુશાસનના ગંભીર આક્ષેપો સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના અંગત બાંધકામને લઈને ગેરકાયદેસર હોવાના મુદ્દા જાહેર થતા પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા છે. બીજી તરફ, એક કોન્ટ્રાક્ટર પાસે ભાજપના કોર્પોરેટર દ્વારા રૂ. 1.25 લાખની માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવતા મનપાના વહીવટમાં ‘કમિશન પ્રથા’ વકરી હોવાના આક્ષેપો તેજ બન્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે જનતાને ખુલ્લો પત્ર લખની નિડર બની ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા આહ્વાન કર્યું છે.
પ્રિય રાજકોટવાસીઓ,
રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસ અને જનસેવા માટે કાર્ય કરવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગતું નથી. શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે અને મહાનગરપાલિકામાં કુશાસન અને ભ્રષ્ટાચારના આક્ષેપો સતત સામે આવી રહ્યા છે.
તાજેતરમાં મેયરના બાંધકામને લઈને પણ ગેરકાયદેસર બાંધકામના મુદ્દા જાહેર થયા છે, જેના કારણે શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે શહેરના પ્રથમ નાગરિક પર જ આવા આક્ષેપો થાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં શંકા અને અવિશ્વાસ ઉભો થાય. આ સમગ્ર પરિસ્થિતિ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વ્યવસ્થા અને પારદર્શિતાનો ગંભીર અભાવ છે.
આ ઉપરાંત એક કોન્ટ્રાકટર પાસેથી ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર દ્વારા રૂ. 1,25,000ની માંગણી કરવામાં આવી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે અને કોન્ટ્રાકટરને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચાઓ છે. આવા બનાવો દર્શાવે છે કે મહાનગરપાલિકાની અંદર કામકાજમાં કમિશન અને દબાણની સંસ્કૃતિ ઉભી થઈ રહી છે.
રાજકોટની ચોથી જાગીર એટલે કે મીડિયા દ્વારા પણ આ મુદ્દાઓ સામે લાવવામાં આવ્યા છે. છતાંય અત્યાર સુધી સત્તાધીશો તરફથી કોઈ કડક પગલાં લેવાતા દેખાતા નથી, જે ખૂબ ચિંતાજનક બાબત છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું રાજકોટની જનતાને અપીલ કરું છું કે જો ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કોર્પોરેટર અથવા પદાધિકારીએ ભ્રષ્ટાચાર માટે તમારી પાસે પૈસા માંગ્યા હોય, તો તમે નિડર બનીને આગળ આવો. તમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અથવા સીધો મારો સંપર્ક (98243 00007) કરી શકો છો.
ભ્રષ્ટાચાર કરનાર લોકોને ખુલ્લા પાડવા માટે જનતાનો સહકાર જરૂરી છે. આજે ઘણા નાગરિકો એવી ફરિયાદ કરે છે કે પૈસા આપ્યા વગર મહાનગરપાલિકામાં કામ થતું નથી, જે શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.
આથી રાજકોટની જાગૃત જનતાને અપીલ છે કે આપણે બધા મળીને મહાનગરપાલિકામાં ચાલતા કુશાસન અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીએ અને શહેરને પારદર્શક અને જવાબદાર શાસન તરફ લઈ જઈએ. આ આશા સાથે કે રાજકોટની જનતા સત્ય અને ન્યાય માટે આગળ આવશે.
ભ્રષ્ટાચાર કરનાર લોકોને ખૂલ્લા પાડવા માટે જનતાનો સહકાર જરૂરી છે
- Advertisement -
પૈસા આપ્યા વગર મહાનગરપાલિકામાં કામ થતું નથી, જે શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.
ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કોર્પોરેટર અથવા પદાધિકારીએ ભ્રષ્ટાચાર માટે તમારી પાસે પૈસા માંગ્યા હોય, તો તમે નિડર બનીને આગળ આવો
તમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અથવા સીધો મારો ડો. રાજદિપસિંહ જાડેજાનો સંપર્ક (98243 00007) કરી શકો છો



