લોકોનાં ઘરનું ઘરનાં સ્વપ્ન સાથે ગંદી રમત રમતાં બિલ્ડર્સ
બિલ્ડર રશ્મિકાંત પોપટ અને રણજીત પીઠડિયાએ ‘ધ સ્પેસ’ પ્રોજેક્ટમાં પૂરતી સુવિધા નથી આપી
- Advertisement -
‘ધ સ્પેસ’ના ફ્લેટમાં પાણી, ગટર, બ્લોક, દીવાલમાં ભેજ સહિતની સમસ્યાથી ફ્લેટધારકો હેરાન-પરેશાન
ધ સ્પેસ ફ્લેટના બિલ્ડર્સનાં બીજા પ્રોજેક્ટમાં લોકોએ ઘર લેતાં પહેલા વિચારવું
ખાસ-ખબર સંવાદદાતા
આજના મોંઘવારીના જમાનામાં ઘરનું ઘર થાય તે એક સ્વપ્ન સમાન થઈ ગયું છે. ત્યારે રાજકોટ જેવા વિકાસશીલ શહેરમાં ઘરનું ઘર લેવું તે મધ્યમવર્ગીય પરિવાર માટે દિવાસ્વપ્ન સમાન થઈ ગયું છે. તેનો લાભ લઈ કેટલાક બિલ્ડરો હલકી ગુણવત્તાવાળા ફ્લેટ બનાવી મીઠી મીઠી વાતો કરી ફ્લેટ વેચી મારે છે. માધાપર ચોક પાસે આવેલા ધ સ્પેસ નામના ફ્લેટમાં અપૂરતી સુવિધાના લીધે ફ્લેટધારકોમાં રોષ ફેલાયો છે. ત્યારે તેના બિલ્ડરો વિરૂદ્ધ ફ્લેટધારકોએ રેરામાં ફરિયાદ કરી છે. બિલ્ડર રશ્મિકાંત પોપટ અને રણજીત પીઠડિયાના અન્ય પ્રોજેક્ટમાં પણ લોલમલોલ ચાલતી હોવાની ચર્ચા જાગી છે.
- Advertisement -
ધ સ્પેસ બિલ્ડીંગનાં બિલ્ડર રશ્મિકાંત પોપટ હાલ નાગેશ્વર વિસ્તારમાં 1 ઇઇંઊં અને 2 ઇઇંઊંના ફ્લેટ બનાવ્યા છે અને બીજા પાર્ટનર રણજીત પીઠડિયાએ માધાપર ચોકડી પાસે જ કર્મ બંગલોઝ બનાવી રહ્યા છે. નાગેશ્વર સિટીમાં 300 જેટલા ફ્લેટ છે જ્યારે કર્મ બંગલામાં 3 ઇઇંઊંના 100 જેટલા બંગલા બની રહ્યા છે ત્યારે આ બન્ને બિલ્ડર દ્વારા બનાવવામાં આવતા પ્રોજેક્ટમાં ફ્લેટ લેતા પહેલા લોકોએ ચેતવું જરૂરી છે. કારણ કે, આ બન્ને બિલ્ડરોએ વધુ નાણાં કમાવવાની લાલચે ધ સ્પેસમાં સાવ લોટ, પાણી અને લાકડા કહેવત બંધ બેસે તેવું કામ કર્યું છે અને ફ્લેટધારકોને છેતર્યા છે. તેવી જ રીતે નાગેશ્વર સિટી અને કર્મ બંગલોમાં પણ બિલ્ડરોએ લોકોને છેતરવાની દાનતથી હલકી ગુણવતાનું મટિરીયલ વાપર્યું હોય તેવું બની શકે છે તેથી એક વખત ત્યાં ફ્લેટ લેતા પહેલા ચેતી જવું અને ધ સ્પેસના કોઈપણ ફ્લેટધારકને પૂછી લેવું. ધ સ્પેસ ફ્લેટની જો વાત કરીએ તો માત્ર દોઢ વર્ષમાં ગટર ઊભરાઈ રહી છે, બ્લોકસ ઉખડી ગયા છે, ફાયર સેફ્ટીના ઠેકાણા નથી, ખાડા જેવડો સ્વિમીંગપુલ બનાવ્યો છે, બ્રોશરમાં જણાવ્યા મુજબ ક્લબ હાઉસ નથી, પાર્કિંગ નથી આવી અનેક ખામીઓ રશ્મિકાંત પોપટ અને રણજીત પીઠડિયાએ પોતાના પ્રોજેક્ટમાં રાખી દીધી છે તો કદાચને નાગેશ્વર સિટી અથવા કર્મ બંગલોમાં આવી અનેક ખામીઓ જોવા મળી શકે છે તેથી ત્યાં મકાન લેતા પહેલા બરાબરની તપાસ કરવી જરૂરી બને છે.