75 ટકા જેટલો જંગી ટેકસ ઝીંકાય તેવી વકી શકયતા
નવા વર્ષની શરૂઆત સાથે જ તૈયારીઓ બજેટમાં ગતિ આવી છે. દરમિયાન, દેશના જાણીતા અર્થશાષાીઓએ કેન્દ્ર સરકારને ઠઇંઘની ભલામણો મુજબ આગામી બજેટમાં તમાકુ ઉત્પાદનો પરનો ટેક્સ વધારીને 75 ટકા કરવાની અપીલ કરી છે.આનાથી સરકારને વધુ આવક થશે અને લોકો તેનો વપરાશ ઓછો કરશે.
લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર અરવિંદ મોહને જણાવ્યું હતું કે દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય માત્ર રોકાણ દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી. તેણે કુલ પરિબળ ઉત્પાદકતા (ઝઋઈ) જેવા વિકલ્પો પણ રજૂ કરવા પડશે જેમાં આવા ઉત્પાદનો પર કર વધારવાનો સમાવેશ થાય છે.
તમાકુ દેશમાં દર વર્ષે 1.3 મિલિયન લોકોને મારે છે તમાકુ દેશમાં દર વર્ષે 1.3 મિલિયન લોકોને મારી નાખે છે અને એક કરોડ લોકોને ગરીબીમાં ધકેલી દે છે. એટલા માટે તમાકુ ટેક્સમાં ફેરફાર જરૂરી છે. એક અભ્યાસ અનુસાર છેલ્લા 10 વર્ષમાં સિગારેટ, બીડી અને ધૂમ્રપાન વિનાની તમાકુ વધુ સસ્તી થઈ છે. જુલાઈ 2017માં ૠજઝ લાગુ થયા બાદ તમાકુના ટેક્સમાં કોઈ મોટો વધારો થયો નથી.
વર્તમાન ૠજઝ દર, વળતર ઉપકર, ગઈઈઉ અને સેન્ટ્રલ એક્સાઇઝ સહિત ટેક્સ, કુલ કર બોજ (કર સહિતની અંતિમ છૂટક કિંમતની ટકાવારી તરીકે) હવે કેટલો છે સિગારેટ માટે લગભગ 52.7 ટકા, બીડી માટે 22 ટકા અને ધુમાડા વિનાના તમાકુ માટે 63.8 ટકા છે. ઠઇંઘ તમામ તમાકુ ઉત્પાદનો માટે છૂટક કિંમતના ઓછામાં ઓછા 75 ટકા ટેક્સ બોજની ભલામણ કરે છે. તમામ તમાકુ ઉત્પાદનો પર વર્તમાન કરનો બોજ ઘણો ઓછો છે.