BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માનું હાલમાં જ એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું, જે બાદ ઘણો વિવાદ થયો હતો
BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં જ તેમનું એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું, જે બાદ ઘણો વિવાદ થયો હતો. ચેતન શર્મા 7 જાન્યુઆરી 2023 ના રો બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ હતો, પરંતુ આ વખતે તેમનો કાર્યકાળ 40 દિવસમાં પૂરો થયો.
- Advertisement -
મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં પસંદગીના મુદ્દાઓ સાથે જોડાયેલી બાબતોને કથિત રીતે જાહેર કરવાને કારણે વિવાદમાં ફસાઈ ગયા હતા. બીસીસીઆઈએ તાજેતરમાં ચેતનને બીજી વખત પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા.
મહત્વનું છે કે, એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માને વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ પર હુમલો કરતા બતાવવામાં આવ્યા છે. તેણે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથેની વાતચીતનો પણ ખુલાસો કર્યો હતો. શર્માએ આરોપ લગાવ્યો કે 80 થી 85 ટકા ફિટ હોવા છતાં, ખેલાડીઓ સ્પર્ધાત્મક ક્રિકેટમાં ઝડપથી વાપસી કરવા માટે ઈન્જેક્શન લે છે.
BCCI chief selector Chetan Sharma resigns from his post. He sent his resignation to BCCI Secretary Jay Shah who accepted it.
- Advertisement -
(File Pic) pic.twitter.com/1BhoLiIbPc
— ANI (@ANI) February 17, 2023
BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારો દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે, એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટરો પોતાને ફિટ રાખવા માટે ઈન્જેક્શન લે છે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ખુલાસો કર્યો કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 80% ફિટ હોવા છતાં પણ ઈન્જેક્શન લે છે અને 100% ફિટ થઈ જાય છે. આ પેઇન કિલર નથી. આ ઈન્જેક્શનમાં એવી દવાઓ હોય છે જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી.
57 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 80% ફિટ હોવા છતાં પણ ઈન્જેક્શન લે છે અને 100% ફિટ થઈ જાય છે. બનાવટી ફિટનેસ માટે ઈન્જેક્શન લેનારા આ તમામ ખેલાડીઓના ક્રિકેટની બહાર તેમના પોતાના ડોક્ટરો છે, જે તેમને શોટ્સ પૂરા પાડે છે. જેથી મહત્વની ટૂર્નામેન્ટ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ ગણી શકાય.
ફીટ ન હોવા છતાં પણ……
ચેતન શર્માએ વધુમાં કહ્યું કે, ફીટ ન હોવા છતાં પણ NCA એટલે કે નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી કેટલાક સ્ટાર ખેલાડીઓને લીલી ઝંડી આપવામાં આવે છે, પછી ભલે તેઓ સંપૂર્ણ ફીટ ન હોય. પછી પસંદગીકારોને પસંદગી અંગે અંતિમ નિર્ણય લેવા માટે કહેવામાં આવે છે. જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર ચેતન શર્માએ કહ્યું કે, બુમરાહને 2022માં દક્ષિણ આફ્રિકા સામેની ટીમમાં બળજબરીથી સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહની ઈજા એટલી ગંભીર છે કે જો તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની એક પણ મેચ રમ્યો હોત તો તેથી તે ઓછામાં ઓછા એક વર્ષ માટે બહાર રહ્યો હોત.