એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સ પ્રથમ વખત તિલક વર્માને વનડે ટીમમાં સામેલ કર્યો તો સંજુ સેમસન પણ બેકઅપ તરીકે ટીમમાં રાખ્યો છે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. નોંધનીય છે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. સિલેક્ટર્સ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. 17 ખેલાડીઓની ટીમ છે અને સંજુ સેમસન બેકઅપ વિકેટકીપર રહશે.
- Advertisement -
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા:-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણા.
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
- Advertisement -
યુઝવેન્દ્ર ચહલને ટીમમાં ન મળી જગ્યા
સિનિયર લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને 2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, સેમસન બેક-અપ વિકેટકીપર તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ટીમમાં એન્ટ્રી
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. હાર્દિક પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા પણ તેને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.