રાજયના ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કાનો આજ રોજ વિજય રૂપાણીએ બાયડ ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે શુભારંભ કરાવ્યો હતો. જેનાથી અરવલ્લી જિલ્લાના ૧૦૪ ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે.
- Advertisement -
યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના ૧૦૪ ગામના કુલ ૪૫ ખેતીવાડી ફીડરોના ૧૨૧૧૪ ખેડૂતોનુ ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળે મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે.આ પ્રસંગે ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ઊર્જા રાજય મંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજા, વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી રમણભાઇ પાટકર, સાંસદશ્રી દિપસિહ રાઠોડ, ધારાસભ્યશ્રીઓ, મહાનુભાવો, અધિકારીઓશ્રી અને ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
જગદીશ સોલંકી અરવલ્લી.


