બાયડ તાલુકાના રડોદરા ગામે ટ્રેકટરની ટ્રોલી માટી ખાલી કરતાં પલટી ખાઈ જતાં એક મહિલાનું દબાઈ જતાં મોત નીપજ્યું.
રડોદરા ગામે આવેલા રામેશ્વર મંદિરમાં માટી ખાલી કરવા આવેલા ટ્રેકટરની ટ્રોલીનો હાઈડ્રોલિક પંપ કોઈ કારણસર ફાટતા ટ્રોલી પલટી ખાઈ જતાં બાજુમાં ઉભેલી કોદરીબેન કાંતિભાઈ વાળંદ નામની મહિલા ટેકટર ની ટ્રોલી નીચે દબાઈ જતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની બાયડ પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચી મહિલાના મ્રુતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ બનેલી ઘટનાની બાયડ પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે .
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


