બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ દાખવ્યો રસ: ગ્રે માર્કેટમાં 45થી 48 રૂ. પ્રતિ શેર પ્રીમિયમ બોલાયું
બોલિવૂડની પ્રોડ્યૂસર કંપની બાવેજા સ્ટુડિયોઝ ટૂંક સમયમાં લઈ આવી રહી છે મલ્ટીસ્ટારર મૂવીઝ
ખાસ-ખબર સંવાદદાતા
ડાયનેમિક ફિલ્મ-મેકિંગ ક્વોલિટી અને ઇનોવેટિવ સ્ટોરીટેલિંગ પ્રેક્ટિસ માટે જાણીતા ક્ધટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો બાવેજા સ્ટુડિયોઝ લિમિટેડને આઈપીઓના પ્રથમ દિવસે પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. બાવેજા સ્ટુડિયોઝના આઈપીઓમાં સામાન્ય રોકાણકારોથી લઈ બોલિવૂડ સેલિબ્રિટી રસ દાખવી રહ્યા છે. આ કંપની તેના એસએમઈ પબ્લિક ઈશ્યુથી રૂ. 97.20 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઈશ્યુ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ પબ્લિક ઈશ્યુ ગત 29મી જાન્યુઆરીએ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલી ગયો છે અને પહેલી ફેબ્રુઆરીએ બંધ થશે. બાવેજા સ્ટુડિયોઝના આઈપીઓ જબ્બર પ્રતિસાદ મળતા ગ્રે માર્કેટમાં 45થી 48 રૂ. પ્રતિ શેર પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. પબ્લિક ઈશ્યુમાંથી મળનારી રકમનો કાર્યકારી મૂડી જરૂરિયાતો પૂરી કરવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.
- Advertisement -
રૂ. 10ના દરેક એવા ફેસ વેલ્યુના 54 લાખ ઇક્વિટી શેરના આઈપીઓમાં 40 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ અને 14 લાખ ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઈશ્યુ માટે શેરદીઠ રૂ. 170-180 નો પ્રાઇઝ બેન્ડ (ઇક્વિટી શેરદીઠ રૂ. 160-170ના પ્રિમિયમ સહિત) નક્કી કર્યો છે. કંપની પબ્લિક ઈશ્યુથી રૂ. 97.20 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. એપ્લિકેશન માટે લઘુતમ લોટ સાઇઝ 800 શેર્સની છે જેનું મૂલ્ય પ્રતિ એપ્લિકેશન રૂ. 1.44 લાખના રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર અને એચએનઆઈ ક્વોટા અનુક્રમે ઈશ્યુના લઘુતમ 35% અને 15% રાખવામાં આવ્યો છે જ્યારે ક્યુઆઈબી ક્વોટા ઈશ્યુના મહત્તમ 50% પર રાખવામાં આવ્યો છે.
બાવેજા સ્ટુડિયોઝના IPOની ખાસ વાત
બાવેજા સ્ટુડિયોઝનો IPO 29 જાન્યુઆરીથી 01 ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે.
કંપની આ IPOમાંથી 97.20 કરોડ રૂપિયા મેળવશે, જેમાંથી 72 કરોડ ફ્રેશ ઇસ્યુ હશે, બીજા 25.20 કરોડ ઓફર ફોર સેલ્સ રહેશે.
IPOની ક્લોઝીંગ વેલ્યૂ 170થી 180 સુધી છે, અને લોટ સાઈઝ 800 રૂ. સુધી છે, IPOની રજિસ્ટ્રેશન વેલ્યૂ ઓછામાં ઓછી 1,44,000 રૂ છે.
IPOનું લિસ્ટિંગ 6 ફેબ્રુઆરીના થશે.
કંપનીના એન્કર ઇન્વેસ્ટમેન્ટનું રોકાણ 25 જાન્યુઆરીના થયું, જે સંપૂર્ણપણે ભરાઇ ગયો.
આ કંપનીના પ્રમોટર હરમન બાવેજા છે, જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 22 વર્ષનો અનુભવ છે. કંપનીએ અત્યાર સુધીમાં 22 ફિલ્મોને પ્રોડયુસ કરી છે. જેમાં દિલવાલે, દિલજલે, કયામત, ભોકાલ જેવી બ્લોકબ્લસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે.
કંપનીના આગામી 13 પ્રોજેક્ટ છે, જેમાં કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઇન્ડિયા, ટાઇગર શ્રોફની ટાઇગર, અર્શદ વારસીની ભાગવત, સાનિયા મલ્હોત્રાની ફિલ્મ મિસિસ, દિવ્યેન્દ્રુ શર્માની ફિલ્મ પહેચાન છે.
કંપની પોતાના IPOના ફંડને ક્ધટેન્ટ ડેવલોપમેન્ટ અને પોતાના આગામી પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું વિચારી રહી છે.
માર્ચ 2023માં કંપનીની રેવન્યૂ કિંમત 86%નો વધારો થયો, અને નફો 188% નો વધારો થયો, સપ્ટેમ્બર 2023 સુધીમાં કંપનીનું 8.11 કરોડનું બાકી દેવું પણ છે.