બાવળિયાળી ઠાકર ધામમાં સમાજના 75 હજાર બહેનોએ પરંપરાગત હુડો રાસ રમી સર્જયો વિક્રમ
ભરવાડ સમાજે શિક્ષણ-તાલીમથી પરિવર્તનનું ઉદાહરણ આપ્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
તીર્થસ્થાન શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હુડો રાસે વિક્રમ સર્જ્યો છે. બાવળિયાળી ઠાકરધામમાં શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે કલાકારોની ઉપસ્થિતિમાં અનોખો સાંસ્કૃતિક ઉપક્રમ યોજાયો હતો.
ભરવાડ સમાજની આસ્થાનાં કેન્દ્ર સમાન અને 52 ઠાકર દુવારા પૈકીનાં એક ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથાસ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. તેમણે સંબોધનની શરૂઆત જય ઠાકર કહીને કરી હતી.
ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રસંગે આજે 70 હજાર જેટલી ભરવાડ સમાજની મહિલાઓ દ્વારા હુડો રાસ રમીને વિશ્ર્વ વિક્રમ સર્જ્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહાકુંભ તો ઐતિહાસિક હતો પણ આ મેળામાં જ મહંત રામબાપુને મહામંડલેશ્ર્વરની પદવી એનાયત કરવામાં આવી. તેમણે કહ્યું હતું કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ભાવનગરની આ ધરતી જાણે ભગવાન શ્રીકૃષ્ણની વૃંદાવન બની ગઈ છે. અને ભાઈશ્રીની ભાગવત કથાથી કૃષ્ણમાં તરબોળ થઈ ગયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ અવસરે સંબોધન કરતા કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. તેમણે રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્ર્વાસનું વાતાવરણ સર્જ્યું છે.
ભરવાડ સમાજે આધુનિક પ્રગતિશીલ અભિગમ અપનાવીને શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુન:સ્થાપનનો યુગ શરૂ થયો છે.
દેશભરના દેવસ્થાનો આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં પ્રત્યેક નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
પૂજ્ય સંત શ્રી નગાલાખા બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ગૌ-સેવા અને માનવસેવાની ધૂણી ધખાવી હતી અને આજે ગાદિપતિ મહંત શ્રી રામબાપુની નિશ્રામાં સમાજના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે સરાહનીય છે. તેમ તેઓએ જણાવ્યું હતું.
ભાવનગરની ધરતી ભાગવત કથાથી વૃંદાવન બની: લાકડીઓનો જમાનો ગયો – હવે કલમનો જમાનો : રૂબરૂ હાજર ન રહી શકવા બદલ વડાપ્રધાને ક્ષમા માંગી
ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં નથી : વડાપ્રધાન મોદીના ‘જય ઠાકર’



