લોકો જંગલમાં જઈને પોતાના પૂરા શરીર પર અને પૂરા ચહેરા પર કીચડ લગાવે છે
ઈન્ડોનેશિયાના બાલીમાં આત્માના શુધ્ધિકરણ માટે મડબાથ (કીચડ સ્નાન)ની પરંપરા છે. લોકો જંગલમાં જઈને પોતાના પૂરા શરીર પર અને પૂરા ચહેરા પર કીચડ લગાવે છે બાદમાં નદીમાં નાહી લે છે. લોકોનું માનવુ છે કે આથી ખરાબ આત્મા દુર થાય છે.અગાઉ લોકો કપડા પહેર્યા વિના જ મડબાથ માટે જતા હતા આ કારણે આ પરંપરા લગભગ 6 દાયકા સુધી બંધ રહી હતી. 2016 માં આ પ્રાચીન પરંપરાને લોકોએ ફરી શરૂ કરી છે.
- Advertisement -
જોકે આ વખતે લોકો વસ્ત્ર પહેરીને મડબાથ કરે છે.સાથે સાથે મડબાથમાં ભાગ લેતા લોકો માથે કાળુ કપડુ પણ બાંધે છે. આનું આયોજન હિન્દુ સાકા કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પહેલી તિથિએ થાય છે.