કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા છે. જેમાં કોરોનાથી પીડિત લોકોનું અચાનક ઓક્સિજન ઘટી જવું આ વખતે વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે. ઓક્સિજનના અભાવે ઘણા દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના ફેફસાને ખરાબ રીતે અસર કરે છે અને તેમને નબળા પાડે છે. આવી સ્થિતિમાં ફેફસા મજબૂત હોય તે મહત્વપૂર્ણ છે. સ્વસ્થ ફેફસા વ્યક્તિને અનેક રોગોથી બચાવી શકે છે.
ફેફસાને સ્વસ્થ રાખવા માટે ઘરગથ્થુ ઉપાય અપનાવી શકાય છે. આમાંથી એક ઉપાય તુલસી અને લવિંગનું મિશ્રણ છે. આ મિશ્રણમાં ફેફસાંને સ્વસ્થ રાખે છે. કોરોનાનો નવો સ્ટ્રેન ફેફસા પર ભયંકર રીતે હુમલો કરે છે. તેથી ફેફસાને સ્વસ્થ રાખવા ખૂબ મહત્વપૂર્ણ છે. તો ચાલો તમને કેટલાક ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીએ જેની મદદથી તમે તમારા ફેફસાંને સ્વસ્થ રાખી શકો છો.
- Advertisement -
ફેફસાને મજબૂત રાખવા માટે થોડી મુલેઠી, કાળા મરી અને લવિંદને પહેલા શેકી લેવા. આ વસ્તુઓ સાથે તમે તજ પણ ઉમેરી શકો છો. આ વસ્તુઓને તમે પીસી અને તુલસીના 4, 5 સાથે થોડી થોડી કરી અને લઈ શકો છો. તેનાથી ધીરે ધીરે તમારા ફેફસા મજબૂત થવા લાગશે.