– હૈદરાબાદમાં ABVP દ્વારા ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટરી ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને લઇને વિવાદ રોકવાનું નામ લઇ રહ્યો નથી. આ વચ્ચે કેરળમાં કોંગ્રેસએ તેમની સ્ક્રીનિંગ યોજી હતી. કેરળ કોંગ્રેસની તરફથી આ ડોક્યુમેન્ટરી રાજધાની તિરૂવનંતપુરમના શાંઘુમુઘમ બીચ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે હૈદરાબાદમાં સ્ટૂડેન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા(SFI)એ બીબીસીની ડોક્યુમેન્ટરી દેખાડી હતી. જેના જવાબમાં ABVP એ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્ય દેખાડી હતી.
- Advertisement -
બીજેપીએ નારાજગી વ્યક્ત કરી
હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં સામેલ થનાર જયવીર શેરગિલએ અનિલ એન્ટનીએ ટ્વિટ કર્યું કે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની સંપ્રભુતા અને અખંડતા માટે વિચાર કરનાર સ્વાભિમાની વ્યક્તિ હવે કોંગ્રેસમાં નહીં રહી શકે.
હૈદરાબાદમાં SFIએ બીબીસીની ડોક્યમેન્ટ્રી ચલાવી
હૈદરાબાદ યૂનિવર્સિટીમાં સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(SFI)એ વર્ષ 2002માં ગુજરાતના રમખાણો પર આધારિત બીબીસીની વિવાદસ્પદ ડોક્યુમેન્ટરીની સ્ક્રિનિંગ રાખી હતી. SFIએ સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે, એસએફઆઇના આયોજન પર ગણતંત્ર દિવસ પર આયોજીત ડોક્યુમેન્ટરી ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનની સફળ સ્ક્રિનિંગની પળો. આ સ્ક્રિનિંગ જોવા માટે 400થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા હતા.