બોર્ડના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ, આ વર્ષથી મેથ્સના બે વિભાગ પડાયા
ખાસ-ખબર સંવાદદાતા
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓને વધુ એક રાહત આપવામાં આવી છે. અન્ય વધુ એક મહત્વના નિર્ણયના ભાગરૂૂપે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10માં બેઝીક ગણિત સાથે બોર્ડની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ જો ઈચ્છે તો તેમને ધોરણ 11 સાયન્સમાં બી ગ્રુપમાં પ્રવેશ ફાળવાશે. શિક્ષણ બોર્ડના આ નિર્ણયને વાલીઓએ આવકાર્યો છે, પરંતુ પારોઢના પગલાં ભરવા જેવો જ ઘાટ સર્જાયો હોવાનુ જણાવી શિક્ષકો તેને બોર્ડના આ નિર્ણયને કારણે ઝાઝો ફેર પડે નહી તેમ જણાવી રહ્યાં છે.
નોંધનીય છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડે એક મહત્વના નિર્ણય અને નીતિના ભાગરૂપે આ વર્ષથી જ ધોરણ 10માં બેઝીક અને સ્ટાન્ડર્ડ એમ ગણિતના બે અલગ અલગ પ્રશ્નપત્રો તૈયાર કરવાનો નિર્ણય કર્યો લીધો છે. ધોરણ 11માં સાયન્સ પ્રવાહ તરફ જવા ઈચ્છતા સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કરી તેની પરીક્ષા આપશે. તેવી જ રીતે સાયન્સ તરફ ન જઈ કોમર્સ તરફ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેઝીક ગણિતના પેપરની પરીક્ષા આપશે. આ માટે બોર્ડ પરીક્ષા દરમિયાન બેઝીક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બેન્નેના પ્રશ્નપત્રો અલગથી તૈયાર કરશે. પરંતુ આમ કરતાં જો બેઝીક ગણિત સાથે ધોરણ 10 કરનારા વિદ્યાર્થીને સાયન્સમાં પ્રવેશ ફાળવવાનો હોય તો ધો. 10ની પરીક્ષામાં ગણિતના બે અલગ પેપરની નવી નિતીનો કોઈ અર્થે રહેતો નથી તેમ કેટલાંક શિક્ષકોનું કહેવું છે.
- Advertisement -
બોર્ડ કેમ ધો. 10માં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત બે ભાગ કર્યા ?
અત્યારના વર્ષો સુધી દસમા ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે ગણિતનુ એક જ અને સમાન પ્રશ્નપત્ર રહેતું હતું. તમામ વિદ્યાર્થીઓએ એક જ પ્રશ્નપત્રના ઉત્તરો આપવાના રહેતા હતા. પરંતુ સાયન્સ તરફ જવા ઈચ્છતા વિધાર્થીઓને બાદ કરતાં કોમર્સ પ્રવાહ તરફ જવા ઈચ્છતા વિધાર્થીઓને શિરે હાયરમેથ્સનુ બીનજરૂૂરી વધારાનું ભારણ રહેતું હતુ. જેની પ્રતિકૂળ અસર વિદ્યાર્થીના ગણિત વિષયના તેમજ ઓવરઓલ પરિણામ ઉપર પડવાની સાથે તેમનો કારકીર્દી જોખમમાં મુકાતી હોવાનો મત શિક્ષણ જગતમાંથી વહેતો કરાયો હતો. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ સહીતના કેટલાંક કિસ્સાઓમાં આ સ્થિતિ વધુ ગંભીર હોવાનું જણાતું હતું. આથી માધ્યમિક શિક્ષણ બોર્ડે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ગમિતને બે અલગ અલગ પેપર તૈયાર કરવાની નવી નિતી આ વર્ષથી અમલી બનાવી છે.