ગોરસ છાશ 5 લીટરના પાઉચ પર 10 રૂપિયાનો વધારો ઝીંક્યો
વડોદરા વાસીઓને મોંઘવારીનો વધુ એક માર પડશે. બરોડા ડેરીએ દૂધના ભાવમાં ફરી વધારો કર્યો છે. બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ અને શક્તિ પર લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગોરસ છાશ 5 લીટરના પાઉચ પર 10 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ ઉપરાંત ગોરશ છાશ 400 મિલી લીટરના પાઉચ પર 1નો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ડેરીએ 11 માર્ચે અન્ય દૂધ પેકિંગ પર ભાવ વધારાની જાહેરાત કરી હતી. એક જ માસમાં બીજીવાર ભાવ વધારો કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 11 માર્ચના રોજ બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં અમૂલ ગોલ્ડના 500 મિલી સિવાય અન્ય પ્રોડક્ટના ભાવ વધારવામાં આવ્યા હતા. અમૂલ ગોલ્ડના 500 ગ્રામ પાઉચના 30 રૂપિયા યથાવત રખાયા છે.ડેરીએ અમૂલ ગોલ્ડના પાંચ લીટર પાઉચ, અમૂલ તાજાના 6 લીટર પાઉચ, અમૂલ ગાયના 500 મિલી દૂધના પાઉચના ભાવમાં વધારો કર્યો હતો. નવા ભાવની વાત કરીએ તો અમૂલ ગોલ્ડના 5 લીટર પાઉચના 290 રૂપિયા હતા જેમાં 10 રૂપિયાનો વધારો થતાં હવે 300 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ તાજા 1 લીટરના 46 રૂપિયા હતા. જેમાં લીટરે બે રૂપિયા વધારતા હવે 48 રૂપિયા ચૂકવવા પડશે. તો અમૂલ તાજાના 6 લીટર પાઉચના 250 રૂપિયા હતા તેમાં 23 રૂપિયાનો વધારો કરતા હવે 273 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ 500 મિલી પાઉચના 20 રૂપિયા હતા..તેમાં 1 રૂપિયો વધારતા હવે 21 રૂપિયા ચૂકવવા પડશે.
- Advertisement -
જ્યારે અમૂલ ગાયના પ્રતિ લીટર દૂધમાં બે રૂપિયા વધારાયા છે. જેથી હવે તેની લીટર દીઠ 48ની જગ્યાએ 50 રૂપિયા ચૂકવવા પડશે.