કેશોદના અજાબ ગામે ભાજપની બેઠકમાં હોબાળો
ગ્રાંટ બાબતે તાલુકા પંચાયતના સદસ્યએ મિટિંગમાં બઘડાટી બોલાવી
- Advertisement -
ધારાસભ્યની ઉપસ્થિતિમાં તા.પંચાયત સદસ્યનું રાજીનામું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
કેશોદ તાલુકાના અજાબ ગામમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપના જ તાલુકા પંચાયત સદસ્યાના પતિએ પોતાના વિસ્તારનાં કામ થતા ન હોવા મુદ્દે હોબાળો કરીને ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાઓનો ઉધડો લીધો હતા. ગત લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરના ભાજપના ઉમેદવારને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મત અપાવ્યા હોવા છતાં ગ્રાન્ટની ફાળવણી, વિકાસનાં કામ સહિતના મુદ્દે અન્યાય થતો હોવાનો બળાપો ઠાલવીને સદસ્યાએ રાજીનામું આપી દીધું હતું. જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની અજાબ બેઠક હેઠળના ગામડાઓના વૃદ્ધ લોકો માટે આયુષમાન કાર્ડ કાઢવાનો કાર્યક્રમ અજાબના નવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાયા, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ તથા ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના હોદેદારો હાજર તતા. આ કાર્યક્રમ ચાલતો હતો.
- Advertisement -
ત્યારે તાલુકા પંચાયત અજાબ બેઠકના સભ્ય વર્ષાબેન અઘેરાંના પતિ નિતેશભાઈએ તેમના વિસ્તારના કામ ન થતા હોવાનું તમામની ઉપડો લીધો હતો. તેણે આક્ષેપ કર્યો કે, મારા વિસ્તારના મોટાભાગના મંજુર થયેલા કામ થતા નથી. આ ઉપરાંત ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાય કરવામાં આવે છે. જૂનાગઢ જીલ્લાનું સૌથી મોટું ગામ અજાબ છે. ત્યાથી ભાજપને સૌથી વધુ મત મળ્યા હોવા છતાં એટીવીટીની ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, પ્રભારીની હિસાબે ગ્રાન્ટ ફાળવવામાં નહી આવે તો ભાજપનો એકપણ કાર્યક્રમ નહી થવા દઉ અને ભાજપના આગેવાનોને ગામની બહાર કાઢીશ. ધારાસભ્ય દેવા માલમે અજાબ સાથે ભેદભાવ રાખી ગ્રાન્ટ જોઈએ તેવી ન આપી અને તેમના વિસ્તારમાં વધુ ગ્રાન્ટ આપે છે. આવી સ્થિતિથી કંટાળી ભાજપ સામે જ આંદોલન કરવું પડશે. ભાજપ ડરાવશે કે ધમકાવશે છતાં પણ હું લડી લેવાનો છું, મરી જવું પડે તો કુરબાન છે પરંતુ સહન કરવું નથી. આમ ભાજપમાં અંદરોઅંદર ચાલતો વિખવાદ હવે ચરમ સીમા પર આવી ગયો છે. તાલુકા પંચાયતના સભ્યના પતિએ ભાજપના કાર્યક્રમમાં આગેવાનોનો ઉધડો લઈ જાહેરમાં જ રાજીનામાનો પત્ર પ્રમુખ સહિતનાઓને આપી દીધો હતો. આ કાર્યક્રમમાં હોબાળા બાદ વિવાદ શાંત થાય તે માટેના અનેક પ્રયત્નો થયા પરંતુ લોકોએ પણ તેમના પ્રતિનિધિને સમર્થન આપ્યું હતું.