11.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત: 40500નો ચાર્જ વસુલાયો
બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ટેક્ષી સ્ટેન્ડ, હાઇવે,
રીંગ રોડ, મેઇન રોડની સફાઇ કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા અને સ્વચ્છતા જાળવવા માટે Ending Plastic Pollution વિષય બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ટેક્ષી સ્ટેન્ડ, હાઇવે, રીંગ રોડ, મેઇન રોડની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને ૠટઙ પોઇન્ટ અને તમામ જાહેર તથા સામૂહિક શૌચાલયની સફાઈ કરવામાં આવી, રાજકોટ શહેરના સિંગલ યૂઝ પ્લાસ્ટિક હોટપોસ્ટ વિસ્તારમાંથી પ્લાસ્ટિક દૂર કરવાની કામગીરી કરવામાં આવી, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં યુનિટ, શોપ પર તપાસ કરી પ્લાસ્ટિક જપ્ત કરવાની અને વહીવટી ચાર્જ વસૂલાત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
1-6થી 1-15 સુધી એમ કુલ 15 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. કુલ 15 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 153 આસામીઓ પાસેથી 11.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી 40500નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.