કુલ રૂા.21397 કરોડની રકમ ફ્રોડમાં બેન્કો – ખાતેદારોએ ગુમાવી : કાર્ડ – નેટ ફ્રોડ વધ્યા
દેશમાં સાયબર ક્રાઈમ વધતા બેન્કો તેની સૌથી સરળ ટાર્ગેટ બની રહી છે. લોકોના બેન્ક ખાતાઓ પણ આ ક્રિમીનલો ‘સાફ’ કરી રહ્યા છે તો વચ્ચે 2023/24ના સમયગાળા છેલ્લા 10 વર્ષના સૌથી ઓછી રકમના ફ્રોડ થયા હતા પણ 2024/25ના વર્ષમાં તે 8 ગણા વધીને પ્રથમ છ માસના ગાળામાં જ રૂા.21397 કરોડના ફ્રોડ નોંધાયા છે.
નાણાકીય વર્ષ 2024ના આંકડાના આધારે રિપોર્ટ તૈયાર કરાયા છે. આ સમયગાળામાં કુલ 36066 ફ્રોડ બેન્કમાં કે બેન્ક સાથે નોંધાયા હતા અને કુલ 13175 કરોડની રકમ તેમાં ફસાયેલી હતી જે તેના પૂર્વના વર્ષમાં રૂા.23863 કરોડ હતા.
- Advertisement -
આમ 2024ના નાણાંકીય વર્ષમાં ફ્રોડની રકમ ઘટી હતી પણ 2024/25ના વર્ષમાં ફરી ફ્રોડની સંખ્યા અને રકમ વધી ગઈ છે અને તે પણ ફકત છ માસના સમયમાં તે 18461 કેસ નોંધાયા જે તેના અગાઉના વર્ષમાં 14480 હતા અને રકમ પણ વધીને રૂા.21397 કરોડ થઈ છે.
2023/24ના વર્ષમાં ઈન્ટરનેટ અને કાર્ડ ફ્રોડની સંખ્યા 44.7% (રકમની દ્રષ્ટિએ) અને 85.3% (કેસ સંખ્યાની દ્રષ્ટિએ) નોંધાઈ હતી. બેન્ક ફ્રોડમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો ફાળો વધુ છે જે 2023/24માં ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ ફ્રોડ થયા હતા.