-અમદાવાદ મોખરે- એન.આર.આઈ. ડિપોઝીટ પણ વધી
આર્થિક તથા વ્યાપારીક મોરચે ચાલી રહેલી અનિશ્ચીતતા તથા વૈશ્ચીક સ્તરે પણ મંદી આવશે કે કેમ તેના પર હજું કોઈ નિશ્ચીત સ્થિતિ બની નથી તેથી હવે જોખમી શેરબજાર કે તેવા માધ્યમમાં નાણા રોકવા કરતા હાલ બેન્ક થાપણોમાં નાણા જમા કરાવવામાં ગુજરાતમાં વધુ રસ દાખવી રહ્યા છે અને રાજયમાં અગાઉના વર્ષની સરખામણીમાં બેન્ક થાપણમાં 11%ના વધારા સાથે કુલ બેન્ક થાપણો રૂા.10 લાખ કરોડને પાર થઈ છે.
- Advertisement -
રાજયની સ્ટેટ લેવલની બેન્કીંગ કમીટીના રિપોર્ટ મુજબ રાજયમાં કુલ બેન્ક થાપણો રૂા.10.76 લાખ કરોડ થઈ છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ફાળો સૌથી વધુ છે જયારે મુખ્ય શહેરમાં અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ અને ગાંધીનગરમાં કુલ ડિપોઝીટના 62% રકમમાં મહાનગરોમાં જ મુકવામાં આવી છે.
જેમાં અમદાવાદનો હિસ્સો સૌથી વધુ રૂા.3.1 લાખ કરોડનો છે જયારે કચ્છ, આણંદ, વલસાડ, ભરૂચમાં એન.આર.આઈ. ડિપોઝીટ સૌથી વધુ છે.રીઝર્વ બેન્ક છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજદર 2.50% વધારતા બેન્ક થાપણોના વ્યાજદર પણ વધ્યા છે અને તેથી બેન્કોમાં થાપણો પરનું વળતર પણ આકર્ષક બન્યુ છે જેના કારણે છેલ્લા 1 વર્ષમાં બેન્ક થાપણો વધી છે. શેરબજારની અફડાતફડી તથા અન્ય રોકાણમાં પણ ‘જોખમ’ હોવાથી બેન્ક તથા પોષ્ટ ઓફિસ ડિપોઝીટનું પ્રમાણ ઉંચુ ગયુ છે.