ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પોલીસની ટીમે દરબાર નાકા મેઈન બજાર પાસેથી મૂળ બાંગ્લાદેશના યુવકને ઝડપી લીધો હતો અને પોલીસ તપાસમાં આ યુવકે કોઈપણ ડોક્યુમેન્ટ વગર ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે આરોપી વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ 1956 ની કલમ 14 અ (ફ) (બ)હેઠળ ગુન્હો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે ઝડપાયેલા બાંગ્લાદેશી ઈસમને નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે જે રિમાન્ડ દરમિયાન પોલીસ ટીમ બાંગ્લાદેશી ઈસમની સઘન પૂછપરછ કરશે અને ક્યાં ઈરાદે તે ભારત દેશમાં પાસપોર્ટ-વિઝા વિના ઘુસી આવ્યો છે તે દિશામાં તપાસ ચલાવવામાં આવશે.