દિલ્હીમાં આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની વચ્ચે મુલાકાત થશે. આ મુલાકાત દરમ્યાન બંન્ને વડાપ્રધાન બાંગ્લાદેશમાં કટોકટી સહિત ત્રિપુરા સંબંધી અનેક મુદા પર ચર્ચા કરી શકે છે. ભારતના આ રાજનૈતિક પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન શેખ હસીના બહુઆયામી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વધુ ધુયાન આપશે.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આવતા અઠવાડિયે ભારત પ્રવાસ પર આવનાર છે. વિદેશ મંત્રાલયે વિગતો જાહેર કરતા કહ્યું કે, તેઓ 5 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી ભારતની યાત્રા પર આવશે. આ યાત્રા દરમ્યાન શેખ હસીના ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ભઆરતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આની સાથે તેઓ વડાપ્રધાન મોદીની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. તેમની યાત્રા દરમ્યાન તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી શકે છે. શેખ હસીનાની આ ભારત યાત્રા બંન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
- Advertisement -
ત્રિપુરા સાથે જોડાયેલા મુદા પર ચર્ચા
ઉલ્લેખનીય છે કે, તેઓ 6 સપ્ટેમ્બરના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમ્યાન શેખ હસીના ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ (ICP)ને સ્થાપીત કરવા પર બાંગ્લાદેશની આપત્તિ સહિત ત્રિપુરા સાથેના સંબંધિત બીજા મુદા પર ચર્ચા કરી શકે છે. જણાવી દઇએ કે, ICP આંતરરાષ્ટ્રીય સીમા પર પ્રવેશ અને નિકાસનું એક કેન્દ્ર છે, જ્યાંથી આવવા-જવા અને સીમા શુલ્ક સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
બાંગ્લાદેશની આપત્તિનું કારણ ICP નથી
અગરતલામાં ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના સ્પેશ્યલ સેક્રેટરી અભિષેક ચંદ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જાણકારી આપી કે, બાંગ્લાદેશની આપત્તિનું કારણ દક્ષિણ ત્રિપુરાની મુહરીઘાટમાં ICPનું નિર્માણ થઇ શક્યું નહીં. વડાપ્રધાને ગયા વર્ષ 9 માર્ચના ફેની નદી પર મૈત્રી સેતુનું ઉદઘાટન કર્યુ હતું, જેથી બાંગ્લાદેશમાં આવેલ ચટગાંવની સાથએ સંપ્રક સ્થાપી શકાય. નદીની પહેલે પાર બાંગ્લાદેશની તરફ ભૂમિ સીમા શુલ્ક સ્ટેશન સ્થાપીત થઇ શક્યું નહીં, જેના કારણે હજુ સુધી વ્યાપાર શરૂ થઇ શક્યો નહીં. અમને આશા છે કે, બંન્ને વડાપ્રધાનની વચ્ચેની બેઠકમાં મૈત્રી સેતુનો ઉલ્લેખ કરવામાં આવશે. વડાપ્રધાને શેખ હસીનાની સાથેની બેઠકમાં આ મુદા પર ચર્ચા કરવા માટે સહમતિ દર્શાવી છે.
- Advertisement -
અજમેરની યાત્રા પર જઇ શકે છે શેખ હસીના
શેખ હસીનાના ભારતના પ્રવાસનો બ્યોરા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, વડાપ્રધાનની યાત્રા બંન્ને દેશોની વચ્ચે બહુ આયામી સંબંધોને મજબૂત કરશે, જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો અને વિશ્વાસ તેમજ પરસ્પર સમજૂતી પર આધારિત છે. તેઓ ભારત છેલ્લે ઓક્ટોમ્બર 2019માં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બેઠક સિવાય વડાપ્રધાન શેખ હસીના અજમેર શરીફની યાત્રા પર જઇ શકે છે.